કોર્પોરેશને વધુ 19 બાકીદારોની મિલકતો જપ્તીમાં લીધી

17 January 2020 06:59 PM
Jamnagar
  • કોર્પોરેશને વધુ 19 બાકીદારોની મિલકતો જપ્તીમાં લીધી

માર્ચ મહિનો નજીક આવતા જ જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખાએ બાકી વેરાની રિકવરી માટે કડક પગલાં શરૂ કર્યા: છેલ્લા એક સપ્તાહમાં એકસોથી વધુ મિલકતો જપ્તીમાં લેતા બાકીદારોમાં ફફડાટ

જામનગર તા.17
જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરો ન ભરનારા વધુ 19 આસામીઓની મિલકતોને સીલ કરી જપ્તીમાં લેવામાં આવેલ હતી. આ કામગીરી દરમિયાન પાંચ આસામીઓ પાસેથી સ્થળ ઉપરથી રૂા.99,320 ની રકમ વસુલ કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાની મિલકવેરા શાખા દ્વારા તા.31/3/2019 સુધીનો મિલકતવેરો ન ભરનાર મિલકતધારકોને નિયમોનુસાર વોરંટ તથા અનુસૂચીની બજવણી કરવામાં આવે છે તેમજ વારંવાર રૂબરૂ પણ સુચના આપવામાં આવે છે. આમ છતાં મિલકતવેરો ન ભરનાર બાકીદારોની મિલકત જપ્તીમાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
આ સંદર્ભે મિલકતવેરા શાખાની રિક્વરી ટીમે વધુ પાંચ મિલકતો જપ્તીમાં લીધી હતી. જેમાં ભાડૂઆત-સુજીત કોર્પોરેશન (પોટરી ગલી, સતવારા બોર્ડીંગ, જામનગર. રૂા.79533), સદીકભાઇ સુલેમાનભાઇ નોલે (શેરી નં.3, ભીમવાસ, જામનગર. રૂા.32253), ભાડૂઆત-ગણેશ એન્ડ કંપની-રિધ્ધિ એન્જી. (પોટરી ગલી, સતવારા સમાજ સામે, જામનગર. રૂા.32212), ઇસ્માઇલભાઇ અઝીઝભાઇ મેમણ (ઇન્દિરા કોલોની મેઇન રોડ, ખેતીવાડી સામે, એરફોર્સ રોડ, જામનગર. રૂા.30738), રમેશભાઇ ગોવિંજભાઇ ધવલ (ઇન્દિરા કોલોની મેઇન રોડ, ખેતીવાડી સામે, એરફોર્સ રોડ, જામનગર. રૂા.30018), ભાનુશાળી શામજી મકન (ભાડૂઆત: દિપક મેટલ, ભૂજિયા કોઠાની નીચ,ે, ભાવેશ સ્ટીલ સેન્ટર, તળાવની પાળ, જામનગર. રૂા.23293), હુશેનભાઇ મિલવાળા (શેરી નં.3 પાસે, ભીમવાસ જામનગર. રૂા.20589), પ્રતાપરાય એન્ડ અશોકભાઇ ચત્રભુજ જોષી (ભાડૂઆત: સખી, સેન્ટ્રલ બેન્ક, જામનગર. રૂા.19679), બાબુભાઇ મીઠુભાઇ ગોરી (નદીપા રોડ, શેરી નં.1, જામનગર. રૂા.19209), ભાનુશાળી રમેશભાઇ લીલાધરભાઇ (ભાડૂઆત: શ્રી સાંઇનાથ પ્રોવિઝન સ્ટોર્સ, દિ.પ્લોટ-58/59ના છેડે, ધરારનગર, કાનાનગર, જામનગર. રૂા.18860), કોકીલાબેન ભરતકુમાર બક્ષી (ડો.બક્ષીનું દવાખાનું, હવાઇચોક, જામનગર. રૂા.17975), શામજીભાઇ શાંતિલાલ ઘેડિયા (ઇન્દિરા કોલોની મેઇન રોડ, ખેતીવાડી સામે, એરફોર્સ રોડ, જામનગર. રૂા.17553), ચારણ જેમલ ડાયા (ભાડૂઆત: દેવકરણ ક્રિષ્ના કોલોની-7, ઉદ્યોગનગર રોડ, જામનગર. રૂા.16242), હરીકૃષ્ણ જગજીવન પાઠક (ફર્સ્ટ ફ્લોર, બ્લોક નં.201/સી, ધણ શેરી, કે.પી.શાહ હાઉસ, જામનગર. રૂા.15529), વિજય ટેકચંદભાઇ ચંદાણી (ફર્સ્ટ ફ્લોર, એક્સીઝ બેન્ક, સન ટાવર, શોપ નં.4, કૈલાસ પ્રોવિઝન સ્ટોર્સ, હિરજી મિસ્ત્રી રોડ, જામનગર. રૂા.14359), પ્રતાપરાય એન્ડ અશોકભાઇ ચત્રભુજ જોષી (ભાડૂઆત: ડો.નિરંજન પંડ્યા, સેન્ટ્રલ બેન્ક સામે, જામનગર. રૂા.13710), અરજણભાઇ ભીખાભાઇ ઈ/જ્ઞ. માવજીભાઇ કરશનભાઇ (ભાડૂઆત: બાલકૃષ્ણ એન્જી. વર્કસ, દિ.પ્લોટ-58, હિંગળાજ રોડ, ઉદ્યોગનગર, જામનગર. રૂા.12857), ધર્મેન્દ્ર ભીખાભાઇ નારિયા (પટેલ પાર્ક, શેરી નં.9, મેઇન રોડ, જામનગર. રૂા.11118), રૂડાભાઇ લક્ષ્મણભાઇ પરમાર વિ. (ભાડૂઆત: લક્ષ્મી સેલ્સ કોર્પોરેશન, દિ.પ્લોટ-58, ઉદ્યોગનગર રોડ, સબસ્ટેશન પાસે, જામનગર. રૂા.10846) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ કામગીર દરમિયાન રિકવરી ટીમે પાંચ આસામીઓ પાસેથી રૂા.99,320 ની રકમ સ્થળ પર રિકવર કરી હતી.
આ કામગીરી કમિશનર સતિષ પટેલની સુચનાથી આસી. કમિશનર (ટેક્સ) જીજ્ઞેશ નિર્મળ અને ટેક્સ ઓફિસર જી.જે.નંદાણિયાના માર્ગદર્શન હેઠળ રિક્વરી ટીમના કર્મચારી ડી.કે.સોલંકી, હિતેશભાઇ ભોજાણી, નિતીન મહેતા, એ.કે.ડામોર, નારણ બુંબરિયા, રમણીક ચૌહાણ, બિમલભાઇ પટેલ, બિપીનસિંહ ઝાલા, અભિજીતસિંહ જાડેજા, કિરીટભાઇ વાઘેલા, દિપેશ ચુડાસમા તથા શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી.


Loading...
Advertisement