જેટકોનાં કાર્યપાલકો ઇજનેરોની બઢતી સાથે બદલી: રાજકોટનાં ઇજનેર કાંજીયાની જામનગર બદલી

17 January 2020 06:26 PM
Rajkot Saurashtra
  • જેટકોનાં કાર્યપાલકો ઇજનેરોની બઢતી સાથે બદલી: રાજકોટનાં ઇજનેર કાંજીયાની જામનગર બદલી

ત્રણ કાર્યપાલક ઇજનેરોને બઢતી અન્ય પાંચની બદલીના ઓર્ડરો નીકળ્યા

રાજકોટ તા.17
સૌરાષ્ટ્રમાં જેટકોમાં ફરજ બજાવતા કાર્યપાલક ઇજનરોની બઢતી સાથે બદલી ઉપરાંત પાંચ કાર્યપાલક ઇજનેરોની બદલીના ઓર્ડરો ઇશ્યુ થયા છે.
બઢતી-બદલીના ઓર્ડરોની મળતી વિગતો મુજબ આર.બી.સાવલીયા, જનરલ સેક્રેટરી જેટકો જીબીયાને રાજકોટ ટ્રાન્સમીશન ડીવીઝન ખાતે કાર્યપાલક ઇજનેર તરીકે બઢતી, એન.એન.ભટ્ટ, સુપ્રિ. ઇજનેર ગોંડલની રાજકોટ ઝોનલ કચેરીમાં વિશેષ મુખ્ય ઇજનેર તરીકે બઢતી, રાજકોટના કાર્યપાલક ઇજનેર એસ.જી.કાંજીયા, સુપ્રિ.ઇજનેર તરીકે જામનગર, જામનગરના સુપ્રિ.ઇજનેર એસ.વી.ગોલાણીની ગોંડલ ખાતે બદલી, ક્ધસ્ટ્રકશન ડીવીઝન કાર્યપાલક ઇજનેરની બઢતી સાથે સુપ્રિ.ઇજનેર તરીકે વડોદરા કોર્પો. ઓફિસ બદલી, 400 કેવી માનસર સાસના કાર્યપાલક ઇજનેર એમ.કે.સોલંકી, સુપ્રિ. ઇજનેરની વડોદરા બદલી અને જૂનાગઢના મકવાણાને બઢતી સાથે સુપ્રિ. ઇજનેર તરીકે અમરેલી ખાતે મુકવામાં આવ્યા છે.


Loading...
Advertisement