જિલ્લા-શહેર ભાજપ પ્રમુખોના નામની ગમે ત્યારે જાહેરાત : અમિત શાહે કોકડુ ઉકેલ્યું

17 January 2020 05:53 PM
Ahmedabad Gujarat
  • જિલ્લા-શહેર ભાજપ પ્રમુખોના નામની ગમે ત્યારે જાહેરાત : અમિત શાહે કોકડુ ઉકેલ્યું

આઠ મહાનગરોના નામ-પ્રદેશ માળખાની રચનાનો માર્ગ મોકળો

ગાંધીનગર તા.17
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સહિત જિલ્લા પ્રમુખ ,જિલ્લા સંગઠન અને મહામંત્રીની રચના નું કોકડું અમિત શાહની લીલી ઝંડી બાદ હવે આજ સાંજ સુધીમાં અથવા તો આવતીકાલે જાહેર થવાની શક્યતાઓ સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી સંગઠન સંરચના ના ભાગરૂપે ચાલી રહેલી કવાયત ના અંતે આઠ મહાનગરપાલિકા સંયોજકો અને જિલ્લા પ્રમુખ તેમજ સંગઠન ની જાહેરાત આજે સાંજે અથવા તો આવતીકાલે થવાની શક્યતાઓ સેવાઇ રહી છે. અને ત્યારબાદ ભાજપના પ્રદેશ પ્રમુખના નામની તેમજ પ્રદેશ માળખાની જાહેરાત થશે તેમ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી ભાજપમાં સંગઠન રચનાનું કોકડું ગૂંચવાયેલું હતું. તો બીજી તરફ આવી રહેલી ચૂંટણીઓ દરમ્યાન કાચું કપાઈ ન જાય અને ભાજપને જૂથબંધી નો ભોગ ન બનવું પડે તે માટે આ કોકડું ગુંચવાયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે અમિત શાહની ટૂંકા ગાળા ની બે મુલાકત બાદ હવે છેલ્લી મુલાકાત એટલે કે 14મી જાન્યુઆરીના ગુજરાત પ્રવાસ બાદ તેમણે લીલી ઝંડી આપી દીધી હોવાના સંકેત વહેતા થયા છે.જેના પગલે હવે આજ સાંજે અથવા આવતીકાલ સુધીમાં રાજ્યના આઠ મહાનગરો ના પ્રમુખ સહિત સંગઠન રચના તેમજ જિલ્લા પ્રમુખ અને તેના સંગઠન ની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાઓ સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે અને ત્યારબાદ પ્રદેશ પ્રમુખ અને ભાજપ પ્રદેશ માળખાની જાહેરાત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા અને મહાનગરોના માળખાની જાહેરાત માટે જેતે જિલ્લાના નિયુક્ત પ્રભારી તેમના જિલ્લામાં જઇ ને જાહેરાત કરે તેવી શક્યતાઓ છે. પરંતુ પ્રદેશ માળખાની જાહેરાત કમલમ ખાતે થી કરવામાં આવશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.


Loading...
Advertisement