ગોંડલમાં પાટીદાર યુવકની હત્યાના કેસમાં ફરાર બંને હત્યારા લાતુરથી ઝડપાયા

17 January 2020 05:52 PM
Gondal Crime
  • ગોંડલમાં પાટીદાર યુવકની હત્યાના કેસમાં ફરાર બંને હત્યારા લાતુરથી ઝડપાયા

બન્ને હત્યારા કોર્ટમાંથી 1 દિવસના જામીન પર મુકત થયા બાદ એક માસથી ફરાર હતા

રાજકોટ તા.17
ગોંડલમાં વર્ષ 2016માં પાટીદાર યુવકની હત્યાના કેસમાં કોર્ટમાં એક દિવસના જામીન મેળવી નાસી છુટેલા બન્ને મુસ્લીમ શખ્સોને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે મહારાષ્ટ્રના લાતુર ખાતેથી ઝડપી લઈ જેલ હવાલે કર્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ 2016માં ગોંડલમાં નજીવી બાબતે પટેલ અને ખાટકી જુથ વચ્ચે સામ સામી ફાયરીંગની ગટનામાં નિર્દોષ સંજય પટેલનો ભોગ લેવાયો હતો. જે ચકચારી મર્ડર કેસામં એલસીબીની ટીમ દ્વારા ખુબ જ જીણવટ પૂર્વક ચીવટથી તપાસ કરી આરોપીને ઝડપી લઈ જેલહવાલે કર્યા હતા. આરોપીઓના સન 2016થી સાડા ત્રણ વર્ષ સુધી નામદાર કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા ન હતા. બાદમાં કોર્ટ દ્વારા 1 દિવસ વચગાળાના જામીન મંજુર કરતા બન્ને ખાટકી શખ્સો જામીન પરથી ફરાર થઈ ગયા હતા. જે બનાવમાં એસ.પી. બલરામ મીણાએ એલસીબીની ટીમને આરોપીને ઝડપી પાડવા માટે સૂચન કરતા પીઆઈ એમ.એન. રાણા, પોલીસ હેડ કોન્સ્ટેબલ જયુભા વાઘેલા, મહિપાલસિંહ જાડેજા, અનિલ ગુજરાતીની ટીમે ગોંડલમાં પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું. જે દરમ્યાન બાતમીદારો તરફથી બાતમી મળી હતી કે બન્ને હત્યારાઓ પોલીસથી બચવા મહારાષ્ટ્રના લાતુર ખાતે છુપાયા હોવાની ચોકકસ હકીકતના આધારે એલસીબીની ટીમે લાતુર ખાતે ધામા નાખ્યા હતા. જયાંથી એલસીબીની ટીમે અકરમ કરીમ કટારીયા, સોહીલ કરીમ કટારીયા (રહે.ગોંડલ ભગવતપરા)ની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.


Loading...
Advertisement