આલેલે.... ગુજરાતની અડધી વસ્તી કાં તો જાડી અથવા પાતળી

17 January 2020 05:47 PM
Ahmedabad Gujarat
  • આલેલે.... ગુજરાતની અડધી વસ્તી કાં તો જાડી અથવા પાતળી

ઘરનું ખાવાના બદલે રેસ્ટોરામાં જમવું મેદસ્વિતાનું મુખ્ય કારણ : તરુણોમાં પણ મેદસ્વિતા ઝડપથી વધતી જાય છે

અમદાવાદ તા.17
ગુજરાતની અડધી વસતી કયાં તો મેદસ્વી અથવા ઓછા વજનવાળી છે. ચિંતાની વાત એ છે કે ભારેખમ લોકોની સંખ્યા વધતી જાય છે.
નિષ્ણાંતો અને ન્યુટ્રીશનિસ્ટસને આ ચિંતાજનક વલણ નજીકના ભવિષ્યમાં બદલાય તેમ લાગતું નથી, તેમના મતે ઘર બનાવટના ખોરાકનો ઓછો ઉપયોગ મેદસ્વીતાનું એક મોટું કારણ છે.
2015-15માં કરાયેલા એનએફએચ-4 સર્વે અને 2019ના એસએફએચએસ સર્વેની સરખામણી દર્શાવે છે કે મેદસ્વી અથવા વધુ વજનવાળી મહિલાઓની સંખ્યામાં 0.8%નો વધારો થયો છે, તેવી જ રીતે મેદસ્વી પુરુષોની સંખ્યા 2.9% છે.
તજજ્ઞોના મત મુજબ સર્વે દર્શાવે છે તે કરતાં પણ વધુ દરે સ્ત્રીઓ અને પુરુષોમાં મેદસ્વીતા વધી રહી છે.
હેલ્થ-એકસપર્ટસના જણાવ્યા મુજબ તરુણોમાં પણ મેદસ્વીતા વધી શકે છે. એક લાઈફસ્યાઈલ મેનેજમેન્ટ હેલ્થ કોચના જણાવ્યા પ્રમાણે વજન ઘટાડવા કેટલાય ટીનેજર્સ મારે ત્યાં આવે છે. બહાર જમવું અને ઘરે ન રાંધવાનું વલણ જોખમી છે. લગભગ તમામ રેસ્ટોરા વીકેન્ડ સમયે ખીચોખીચ હોય છે. આથી ઘરે બનાવેલા ફુડનો ઉપયોગ ઓછો થઈ રહ્યો છે.
ન્યુટ્રીશનિસ્ટ આર્યસિંહના જણાવ્યા મુજબ પતિ-પત્ની બન્ને કામ કરતા હોય ત્યારે ઘરે બનાવેલું ભોજન પરિવાર માટે મુશ્કેલ બને છે. આ કારણે જ ઓનલાઈન ફુડના ઓર્ડરમાં વધારો થયો છે. તેના જણાવ્યા મુજબ લોકોને વજન ઘટાડવાની જરૂરિયાત સમજાઈ છે પણ સાચી રીતની તેમને ખબર નથી.


Loading...
Advertisement