જંગલી ગધેડાની ગણતરી માટે 50 ડ્રોનનો પ્રથમવાર ઉપયોગ કરાશે

17 January 2020 05:46 PM
Ahmedabad Gujarat
  • જંગલી ગધેડાની ગણતરી માટે 50 ડ્રોનનો પ્રથમવાર ઉપયોગ કરાશે

2014માં 4451 જંગલી ગધેડા હતા

અમદાવાદ,તા. 17
રાજ્યમાં જંગલી ગધેડાની વસતી પર 50થી વધુ ડ્રોન નજર રાખશે. સફળ પ્રયોગ પછી, વન વિભાગે આગામી મહિને થનારી જંગલી ગધેડાની વસતી ગણવા ડ્રોનનો ઉપયોગ કરવા નિર્ણય લીધો છે. જંગલી ગધેડાની ગણતરી માટે કચ્છના નાના રણના 4000 ચોરસ કિલોમીટર તથા 5500 કિમીનો વિસ્તાર આવરી લેવાશે. વસતીગણતરી કચ્છ, પાટણ, મોરબી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાને આવરી લેશે.
વરિષ્ઠ અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે ડિસેમ્બર 2014ની ગણતરીમાં 4451 જંગલી ગધેડા જોવા મળ્યા હતાં, 2009ની સંખ્યામાં એ વખતે 413નો વધારો થયો હતો.
ડ્રોનના ઉપયોગ વિષે માહિતી આપતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યારે જંગલી ગધેડાનું ઝૂંડ જોવા મળે ત્યારે ડ્રોન 100 મીટર જેટલું નીચું ઉતારવામાં આવે છે.
જંગલી ગધેડાની પ્રથમ વસતી ગણતરી 1940માં થઇ હતી. એ વખતે 3500 ગધેડા હતાં. 1960 સુધીમાં એ સંખ્યા ઘટી માત્ર 432 રહી ગઇ હતી. આ પ્રજાતિને ભારે ભયજનક કેટેગરીમાં મૂકાઈ હતી, 1933 અને 1015માં કચ્છના રણ અને આસપાસના જિલ્લાઓને જંગલી ગધેડાનાં સંરક્ષણ માટેનો વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે.


Loading...
Advertisement