સૌરાષ્ટ્ર બુક ફેરના ફૂડ સ્ટોલની તા.20ના હરાજી

17 January 2020 05:43 PM
Saurashtra
  • સૌરાષ્ટ્ર બુક ફેરના ફૂડ સ્ટોલની તા.20ના હરાજી

રાજકોટ તા.17
રાજકોટ મહાનગરપાલિકા તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે રાજકોટ શહેરમાં " સૌરાષ્ટ્ર બુકફેર એન્ડ લીટરચેર ફેસ્ટીવલ 2020" નું તા.25/1/2020 થી તા. 29/1/2020 દરમ્યાન ડી.એચ.કોલેજ ખાતે કરવામાં આવેલ છે.
આ બુકફેરમાં જુદા જુદા બુકસ્ટોલ ઉપરાંત મુલાકાતીઓ માટે ફુડ કોર્ટનું આયોજન કરવામાં આવેલ છે. આ બુકફેરમાં ખાણી-પીણીના કુલ - 15 ફુડ સ્ટોલ રાખવામાં આવશે, જે ફુડ સ્ટોલની હરાજીની પ્રક્રિયા રાજકોટ મહાનગરપાલિકા, ઢેબર રોડ ના મધ્યસ્થ હોલ ખાતે તા.20ને સોમવાર ના રોજ સવારે 11:00 કલાકે રાખેલ છે.
જેમાં ખાણીપીણીના વેપારીઓને ભાગ લેવા આમંત્રીત કરવામાં આવે છે. આ અંગેની વિશેષ માહિતી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in પરથી મળી શકશે.


Loading...
Advertisement