રાષ્ટ્રમંચના પ્રણેતા યશવંતસિંહાના નેતૃત્વમાં આયોજીત ‘ગાંધી શાંતિ યાત્રા’ રવિવારે અમદાવાદથી રાજસ્થાન તરફ પ્રસ્થાન કરશે

17 January 2020 05:35 PM
Rajkot Saurashtra
  • રાષ્ટ્રમંચના પ્રણેતા યશવંતસિંહાના નેતૃત્વમાં આયોજીત ‘ગાંધી શાંતિ યાત્રા’ રવિવારે અમદાવાદથી રાજસ્થાન તરફ પ્રસ્થાન કરશે
  • રાષ્ટ્રમંચના પ્રણેતા યશવંતસિંહાના નેતૃત્વમાં આયોજીત ‘ગાંધી શાંતિ યાત્રા’ રવિવારે અમદાવાદથી રાજસ્થાન તરફ પ્રસ્થાન કરશે

રાજકોટ,તા. 17
રાષ્ટ્રમંચના પ્રણેતા અને ભારતના પૂર્વ નાણામંત્રી યશવંત સિન્હાના નેતૃત્વમાં ગાંધી શાંતિ યાત્રા ચાલી રહી છે. આ ગાંધી શાંતિ યાત્રા 9 જાન્યુઆરીએ મહારાષ્ટ્રથી શરુ થઇ અને ગુજરાતમાં ફરતી ફરતી રાજસ્થાન થઇ દેશના અલગ અલગ ભાગોમાં ફરશે. અને તા. 30નાં પૂર્ણ થશે. આ શાંતિ યાત્રા અંતર્ગત રાજકોટમાં યશવંત સિન્હાની પત્રકાર પરિષદ યોજાઈ હતી.
જેમાં ભાજપ પર પ્રહાર કરતા નબળી અર્થવ્યવસ્થા, નાગરિક સંશોધન બીલનો મુદ્દો ઉછાળવામાં આવ્યો છે તેવું જણાવ્યું હતું. 9 જાન્યુઆરીથી મુંબઈથી શરુ થયેલી ગાંધી શાંતિ યાત્રા 30 જાન્યુઆરીનાં દિલ્હી-રાજઘાટ ખાતે પૂર્ણ થશે. આ યાત્રા ગુજરાતમાં 11 જાન્યુઆરીનાં રોજ સુરત જિલ્લાના બારડોલી શહેરમાં પ્રવેશ કર્યો અને 19 જાન્યુઆરીનાં સવારે અમદાવાદથી રાજસ્થાન તરફ જવા પ્રસ્થાન કરશે.
આ યાત્રામાં જોડાયેલ વિશિષ્ટ મહાનુભાવો, યાત્રા દરમિયાન યોજાતી પ્રાર્થનાસભાઓમાં એનઆરસી, સીએએ, એનપીઆરના વિરોધ બાબતે તેમજ પ્રપંચપૂર્વક લોકોને ગુમરાહ કરવાના આશયથી ચાલી રહેલા શાસકોના સમર્થન બાબતે સ્પષ્ટતા કરશે.
આ પત્રકાર પરિષદમાં યશવંતસિંહા, કિશોરભાઈ દેસાઈ, પ્રવિણસિંહ માહિતી આપતા તસવીરમાં નજરે પડી રહ્યાં છે.


Loading...
Advertisement