દિગ્વિજયસિંહ ડાભીને પૂ. મોરારીબાપુના વરદ હસ્તે ‘ચિત્રકૂટ એવોર્ડ’ એનાયત

17 January 2020 02:18 PM
Botad
  • દિગ્વિજયસિંહ ડાભીને પૂ. મોરારીબાપુના વરદ હસ્તે ‘ચિત્રકૂટ એવોર્ડ’ એનાયત

બોટાદ જિલ્લાના ઢીંકવાળી પ્રા. શાળાનાં શિક્ષક

બોટાદ,તા. 17
મૂળ ભાલપ્રદેશનાં અને વરસોથી બોટાદમાં સ્થાયી થયેલા બાલપણથી જ પિતાના વારસામાં પ્રાથમિક શિક્ષણ સેવામાં જોડાઈ કંઇક નવા આયામ પ્રાપ્ત કરવાનો વારસો મેળવી પોતે બોટાદથી ભાવનગર તરફ જતા રોડથી અંદર આવેલ ઢીંકવાળી ગામમાં પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે સેવારત થયા. કઠિન કામને મીઠા શબ્દોથી આવકારી શાળાના તમામ સ્ટાફ અને ગ્રામજનોના સહયોગ થકી આજે બોટાદ જિલ્લામાં ખાનગી શાળા કરતા પણ વિશેષ સુવિધા અને ઉત્તમ શિક્ષણ પુરું પાડવામાં આવી રહ્યું છે.

દિગ્વીજયસિંહ ડાભી દ્વારા કરવામાં આવેલ શિક્ષણ ક્ષેત્રનાં અનેક ઇનોવેશન થકી તેવોને જિલ્લા ડાયટફેર, સ્ટેટ લેવલ ઇનોવેશન ફેરમાં પ્રોજેક્ટ એવોર્ડ તેમજ પોરબંદર પૂ. ભાઈશ્રી દ્વારા સાંદિપની ગુરુવંદના એવોર્ડ મળ્યો છે.

તલગાજરડા ખાતે પૂ. મોરારીબાપુનાં હસ્તે ઉત્તમ શિક્ષક તરીકેની કામગીરીને ચિત્રકૂટ એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવેલ છે. આ તકે બોટાદ જિલ્લાનું ગૌરવ વધારવાબદલ બોટાદ જિલ્લા શિક્ષણ પરિવાર દ્વારા તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં ાવેલ.અત્રે ઉલ્લેખનીય છે કે દિગ્વીજયસિંહ ડાભીના પિતા પ્રભાતસિંહ ડાભી બોટાદ તાલુકામાં અગાઉ બીઆરસી કો ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવી હાલ નિવૃત જીવન તથા દિગ્વીજયસિંહનાં અર્ધાંગીની પણ તેઓ સાથે ઢીકવાળી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તેઓના કાર્યમાં મદદરુપ બની રહ્યા છે.


Loading...
Advertisement