ખેડૂતો દૂધ સરકારી મંડળીને આપે એ પહેલા જ ગુણવતાની ચકાસણી કરાશે

17 January 2020 01:28 PM
Ahmedabad Business Government Gujarat Saurashtra
  • ખેડૂતો દૂધ સરકારી મંડળીને આપે એ પહેલા જ ગુણવતાની ચકાસણી કરાશે

હોટેલો-રેસ્ટોરાને હાઈજીન રેટીંગ અપાશે

ગાંધીનગર તા.17
સ્થાનિક સરકારી મંડળીઓને આપવામાં આવે એ પહેલા ગ્રામસ્તરે દૂરની ગુણવતા ચકાસવા ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરીટી (એફડીસીએ) રાજયવ્યાપી ઝુંબેશ શરુ કરશે. દૂરમાં ભેળસેળ અથવા અસ્વચ્છતા જણાશે તો દૂધ ઉત્પાદકો સામે પગલાં લેવાશે.
એ ઉપરાંત એફડીબીએ દૂધમાં ભેળસેળ અટકાવવા બિનસંગઠીત-ખાનગી ડેરીઓ સામે ઝુંબેશ હાથ ધરશે. આવી ડેરીઓ છૂટુ દૂધ વેચતી હોય છે અને તેની પણ તપાસ કરાશે.
ફૂડ સેફટી અને સ્ટાન્ડર્ડસ ઓથોરીટી ઓફ ઈન્ડીયા (ફલાઈ)ના સહયોગમાં આ ઝુંબેશ હાથ ધરાશે.
ગુજરાત એફડીસીએના કમિશ્ર્નર એમ.જી. કોશિયાના જણાવ્યા મુજબ અમુલ જેવા મિસ્ક પ્રોસેસીંગ પ્લાન્ટ ફલાઈના ધોરણો મુજબ દૂધ ચેક કરવાની સુવિધા ધરાવે છે, પણ દૂર ઉત્પાદકો તેમનું દૂધ ગ્રામીણ સરકારી દૂધ માંખીમાં જમા કરાવે એ પહેલા ભેળસેળ અથવા સ્વચ્છતા ચકાસવા કોઈ વ્યવસ્થા નથી. રાજય સરકારે પશુપાલકો જયારે ભેંસ કે ગાય દોરે ત્યારે દૂધની કવોલિટીની ચકાસણી કરવા નિર્ણય લીધો છે. ખેડુતો
આરોગ્યપ્રદ-સ્વચ્છ સ્થિતિમાં દૂધ દોરે છે કે નહીં અથવા ભેળસેળ કરે છે કે નહીં તે ગ્રામસ્તરે ચકાસવામાં આવશે.
દરમિયાન, ભારત સરકાર અને ફસાઈના આદેશ મુજબ રાજયનું આરોગ્ય ખાતુ હારજીતના આધારે હોટેલો અને રેસ્ટોરાનું રેટીંગ કરશે.
એફડીસીએ કમિશ્ર્નરના જરાવ્યા પ્રમાણે હાઈજીનના આંકલન માટે હોટેલો અને રેસ્ટોરાં એફડીસીએનો સંપર્ક સાધી શકે છે અને આખું રેટીંગ તે તેમના પ્રિમાઈસીસમાં દર્શાવી શકે છે. આનાથી ગ્રાહકોને કયાં જમવું તે નકકી કરવામાં મદદ મળશે.


Loading...
Advertisement