ભારતના વિકાસ દર 5.7% રહેશે: રાષ્ટ્રસંઘનું અનુમાન

17 January 2020 12:39 PM
India Government
  • ભારતના વિકાસ દર 5.7% રહેશે: રાષ્ટ્રસંઘનું અનુમાન

હવે વધુ એક વૈશ્વિક સંસ્થાએ ભારતમાં મંદીની અસર સ્વીકારી : અગાઉ 6.6% ના વિકાસદરનું અનુમાન બાંધ્યુ હતું હવે વાસ્તવિકતા સ્વીકારી

નવી દિલ્હી: દેશમાં આર્થિક મંદીના કારણે આર્થિક વિકાસને બ્રેક લાગ્યો છે અને જો જીડીપીના દરમાં સતત ઘટાડો થતો રહે છે તેમાં હવે સંયુક્ત રાષ્ટ્રસંઘે પણ ભારતનો વિકાસ દર 5.7% રહી શકી છે તેવું અનુમાન બાંધ્યુ છે.
યુનોએ અગાઉ ભારતના વિકાસ દર અંગે જે અનુમાન આપ્યુ હતું તેમાં આ રીતે ઘટાડો કર્યો છે. જો કે રાષ્ટ્રસંઘે જાહેર કર્યુ છે કે વિશ્ર્વના ભારત સિવાયના દેશોમાં જીડીપીએ થોડી વૃદ્ધિ થઈ શકે છે.
રાષ્ટ્રસંઘે જણાવ્યું કે ગત વર્ષ વૈશ્ર્વિક વિકાસ દર 2.3% રહ્યો હતો જે હવે 2.5% રહેવાની આશા છે. વૈશ્ર્વિક વ્યાપારમાં તનાવ અને લશ્કરી અથડામણો જેવી સ્થિતિથી વિકાસદરને બ્રેક લાગી શકે છે. રાષ્ટ્રસંઘે ગત વર્ષે ભારતનો વિકાસ દર 2018-19 7.6% રહેવાનું અનુમાન વ્યકત કર્યુ હતું જે વાસ્તવમાં 6.8% રહ્યો હતો. હવે વિશ્ર્વબેંકે 5.7% ના વિકાસ દરનું અનુમાન કર્યુ છે. જયારે ભારતમાં રીઝર્વ બેન્ક તથા અન્ય નાણાકીય સંસ્તાઓ વિકાસ દર 5% ની આસપાસ રહેશે તેવું અનુમાન બાંધ્યુ છે.


Loading...
Advertisement