સુરત:15 સેકન્ડમાં ત્રણ ગોળા દાગતી વજ્ર ટી તોપ ભારતમાં તૈયાર

17 January 2020 12:29 PM
Surat Government Gujarat
  • સુરત:15 સેકન્ડમાં ત્રણ ગોળા દાગતી વજ્ર ટી તોપ ભારતમાં તૈયાર

પાક સેના પર દહેશત વરસશે : ગુજરાતે સૈન્ય માટે પ્રથમ તોપ નિર્મિત કરી: રાજનાથ દ્વારા સૈન્યને સમર્પીત

સુરત: દેશમાં ગુજરાત હવે સંરક્ષણ ઉત્પાદનમાં ‘હબ’ બની રહ્યું છે તે વચ્ચે સુરતમાં હજીરામાં લાર્સન એન્ડ ટુબ્રો (એલએન્ડટી) કંપની દ્વારા નિર્મિત 51વી9 વજ્ર ટી હોય સૈન્યને અર્પણ કરી હતી. ભારતમાં જ નિર્મિત આ તોપની ક્ષમતા ફકત 15 સેક્ધડમાંજ ત્રણ ગોળા દાગવાની છે જે તેને બેહદ ઘાતક બનાવે છે. રાજનાથે આ તોપ પર સાથીયાનું શુભપ્રતિક કંકુથી અંકીત કર્યુ હતું તથા નાળીયેર ફોડયું હતું તથા તેમાં તોપ પર સવાર થઈને સંકુલમાં
એક હતું. ચકકર માર્યુ હતું.

આ તોપની 43 કી.મી. સુધીની ક્ષમતા છે અને 47 કિલોના 3 બારૂદી ગોળા 15 સેક્ધડમાં દાગી શકે છે જેથી દુશ્મન માટે બચવાની તક રહેતી નથી. આ તોપ 10 મીટરની ત્રીજીયામાં ફરી શકે છે. 50 ટક વજનની આ તોપ 70 કી.મી.ની ઝડપે દોડી શકે છે.

ભારતની ખાનગી કંપની એલએન્ડડી તથા સાઉથ કોરીયાની શસ્ત્ર નિર્માણ કંપનીનું આ સંયુક્ત સાહસ છે અને પ્રથમ તબકકામાં 90 તોપ બનાવો એમએન્ડટી દેશમાં સંરક્ષણ ઉત્પાદન માટે 9 પ્લોટ સ્થાયી શકે છે અને 13000 પાર્ટસ ભારતમાં જ નિર્મિત થયા છે.


Loading...
Advertisement