ગોંડલમાં ઝેરી એઠવાડ ખવડાવતા ગાય અને ખૂંટના નિપજેલ મોત

17 January 2020 11:31 AM
Gondal
  • ગોંડલમાં ઝેરી એઠવાડ ખવડાવતા ગાય અને ખૂંટના નિપજેલ મોત

ગૌ સેવકોમાં ઉગ્ર રોષ : પગલા લેવા માંગણી

ગોંડલ તા.17
ગોંડલના જેતપુર રોડ પીરની આંબલી પાસે મારૂતિ વેનમાં ધસી આવેલા કેટલાક શખ્સોએ 20 થી 25 જેટલા પશુઓના ઘણ વચ્ચે ઝેરી એઠવાડ નાખ્યો હતો જે એઠવાડ ખાવાથી એક ગાય અને એક ખૂંટ નું મોત નિપજતા ગૌ સેવકોમાં રોષ ફેલાયો હતો.

આ ઘટનાની જાણ ગૌસેવક રાજુભાઇ ખઢેડિયા, જયકરભાઈ જીવરાજાની અને ગોપાલભાઈ ટોળીયા સહિતનાઓને થતા આશરે દોઢસોથી પણ વધુ ગૌસેવકો ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા અને પશુઓને એઠવાડ ખાતા અટકાવ્યા હતા અને એઠવાડ ને એકઠો કરી શહેરની બરોબર ખાડો ખોદી નાશ કર્યો હતો.

બાદમાં આ વિસ્તાર ના સીસીટીવી કેમેરા ચેક કરતા એક મારુતિ વાન માંથી કેટલાક શખ્સો ઉતરી એઠવાડ નાખતા દેખાયા હતા. પશુ ધન ના મોત થી ગૌસેવકો માં રોષ ફેલાયો હતો. આ ઘટનામાં તપાસ કરી પગલા લેવા માંગણી ઉઠી છે.


Loading...
Advertisement