દેશમાં આજથી અમદાવાદ-મુંબઈ વચ્ચે બીજી તેજસ એક્સપ્રેસ ટ્રેન દોડશે, રેલવે મંત્રી પિયુષ ગોયલ

17 January 2020 10:01 AM
Ahmedabad Business Government Gujarat India Travel
  • દેશમાં આજથી અમદાવાદ-મુંબઈ વચ્ચે બીજી તેજસ એક્સપ્રેસ ટ્રેન દોડશે, રેલવે મંત્રી પિયુષ ગોયલ

લખનઉ-દિલ્હી તેજસ એક્સપ્રેસના સફળ સંચાલન બાદ આજથી એટલે કે 17 જાન્યુઆરીથી અમદાવાદ-મુંબઈ વચ્ચે બીજી તેજસ ટ્રેન દોડશે.

અમદાવાદ: લખનઉ-દિલ્હી તેજસ એક્સપ્રેસના સફળ સંચાલન બાદ આજે એટલે કે 17 જાન્યુઆરીથી અમદાવાદ-મુંબઈ વચ્ચે બીજી તેજસ ટ્રેન દોડશે. તેજસ ટ્રેનના લોન્ચિંગ માટે આજે અમદાવાદ રેલવે સ્ટેશન પર તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. ટ્રેન અમદાવાદ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1થી મુંબઈ જવા રવાના થસે. રેલવે મંત્રી પિયુષ ગોયલ અને સીએમ વિજય રૂપાણી ટ્રેનને લીલીઝંડી આપશે.

ગુજરાતના પ્રવાસે આવેલા રેલવે મિનિસ્ટર પિયુષ ગોયલ ગાંધીનગર ખાતે ચાલી રહેલ રેલવે પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે અને આજે અમદાવાદમાં અમદાવાદ ડિઝાઈન વિકનું ઇનોગ્રેશન કરશે. અમદાવાદથી ચાલુ થનારી પ્રથમ ખાનગી તેજસ ટ્રેનને પણ હરી ઝંડી બતાવી રવાના કરશે. ગઈકાલે મોડી સાંજે અમદાવાદ પહોંચેલા ગોયલે કહ્યું કે, કેવડિયા ખાતે પણ રેલવેનું કામ ચાલુ છે. ત્યાં જઈને કામનું નિરીક્ષણ કરીશું અને અત્યારે રેલવે ક્ષેત્ર ખૂબ જ ઝડપથી વિકાસ કરી રહ્યું છે.


Loading...
Advertisement