દેશમાં નવી 15000 બેન્ક શાખાઓ ખોલવા સરકારનો આદેશ

16 January 2020 03:22 PM
Business Government India
  • દેશમાં નવી 15000 બેન્ક શાખાઓ ખોલવા સરકારનો આદેશ

સ્ટેટ બેંક સહિતની સરકારી અને ખાનગી બેન્કોએ માર્ચ 2021 સુધીમાં વિસ્તરણ કરવું પડશે

મુંબઈ તા.16
દેશમાં તમામ લોકો સુધી બેંન્કીંગ સુવિધાઓ પહોંચી શકે તે માટે સરકારે બેંકોને 2021 માર્ચ સુધીમાં દેશભરમાં 15 હજાર નવી શાખાઓ ખોલવા રાષ્ટ્રીયકૃત તથા ખાનગી બેન્કોને સૂચના આપી છે. સરકારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા, બેંક ઓફ બરોડા, એચડીએફસી તથા આઈસીઆઈસીઆઈ બેંકને ખાસ તેમની શાખાઓના વિસ્તૃતીકરણની સૂચના આપી છે અને આગામી દોઢ વર્ષમાં તેઓએ 14થી15 હજાર નવી શાખાઓ ખાસ કરીને જયાં બેન્કીંગ સુવિધાઓ નથી તે વિસ્તારોમાં ખોલવાની રહેશે.
સરકાર ઈચ્છે છે કે દેશમાં દર પંદર કિ.મી.એ એક બેંક શાખાએ હોય તે જરૂરી છે. સ્ટેટ બેંક દ્વારા 1500 નવી શાખાઓ ખોલવાની યોજના છે. જયારે ખાનગી બેંકો દરેક 600-700 નવી શાખાઓ ખોલશે. ભારતમાં અત્યારે 1.20 લાખ બેન્ક શાખાઓ છે અને 2 લાખ એટીએમ છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં 35649 શાખાઓ જ છે. જેના કારણે ગ્રામીણ સ્તરે બેન્કીંગને મોટો ફટકો પડે છે.


Loading...
Advertisement