રવિવારે ગોંડલ બાલાશ્રમની સાત દિકરીઓનો શાહી લગ્નોત્સવ : નગરજનોમાં હરખની હેલી

16 January 2020 02:10 PM
Gondal
  • રવિવારે ગોંડલ બાલાશ્રમની સાત દિકરીઓનો શાહી લગ્નોત્સવ : નગરજનોમાં હરખની હેલી
  • રવિવારે ગોંડલ બાલાશ્રમની સાત દિકરીઓનો શાહી લગ્નોત્સવ : નગરજનોમાં હરખની હેલી

રજવાડી બગીઓમાં વરઘોડો નીકળશે : દાતાઓએ કરિયાવર માટે વ્હાલનો દરિયો વહાવ્યો

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ તા.16
ગોંડલ નાં બાલાશ્રમ માં ઉછેર પામી લગ્ન લાયક બનેલી સાત બાળાઓ નાં આગામી તા.19ને રવિવારનાં લગ્ન નિર્ધાયા હોય સમગ્ર શહેરમાં ખુશીનો માહોલ છવાયો છે.શાહી ઠાઠમાઠ થી યોજાનાર લગ્ન માં વરરાજાઓ નું શાહી સ્વાગત માંડવીચોક માં થશે અને ત્યાંથી રજવાડી બગીઓ માં વરઘોડો નિકળી બાલાશ્રમ લગ્ન સ્થળે પંહોચશે.રાસ મંડળીઓ ની રમઝટ અને બેન્ડવાજા નાં સુરતાલ સાથે શાહી વરઘોડા નું ઠેરઠેર સ્વાગત કરાશે.

પ્રજા વાત્સલ્ય મહારાજા સર ભગવતસિંહજી એ સને 1903 માં નિરાશ્રિતો માટે બાલાશ્રમ નું નિર્માણ કર્યુ હતું.અનાથ અને વૃધ્ધો માટે આજ સુધી લાગણી સભર હુંફ બનેલ બાલાશ્રમ માં ઉછરી યુવાન બનેલી સાત દિકરીઓ માટે ખરાં અથઁ માં માવતર બની પુવઁ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા,ધારાસભ્ય ગીતાબા જાડેજા, જયંતિભાઇ ઢોલ,નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા ઉપ પ્રમુખ અપઁણા બેન આચાર્ય,બાલાશ્રમ કમીટી નાં ચેરમેન અનિતાબેન રાજ્યગુરુ,કારોબારી અદ્યક્ષ પૃથ્વીસિંહ જાડેજા અને નગરપાલિકા નાં તમામ સદસ્યો દિકરીઓ નાં લગ્ન સંપન્ન કરવાં છેલ્લા દોઢ માસ થી જહેમત ઉઠાવી રહ્યા છે.

અનાથ શબ્દો ને દુર હડસેલી જયરાજસિંહ જાડેજા તથાં જયંતિભાઇ ઢોલે મોભીપણું દાખવી દિકરીઓ નાં લગ્ન માટે પુરેપુરી ચોક્કસાઇ સાથે લાગણી સભર આયોજન કર્યુ.ત્યાંરે ગોંડલવાસીઓ પણ માવતર ની ભુમીકા માં એક ડગલું આગળ રહી દિકરીઓ માટે વરસી પડયાં હોય તેમ ખોબલે ખોબલે અનુદાન આપી રુણ અદા કયુઁ.જેમાં દિકરીઓ ને ક્ધયાદાનરુપે બિલ્ડર્સ ઉપરાંત બાલા હનુમાનજી યુવક મંડળ રણછોડનગર દ્વારા દરેક દિકરીઓ ને સોના નો સેટ,બંગડી,કડલાં નો સેટ,પેન્ડલ સેટ,મંગલસૂત્ર ઉપરાંત અનામી દાતાઓ દવારા ફ્રીઝ,ઘરઘંટી સંપુર્ણ ફર્નિચર સાથે ઘર વપરાશ ની અન્ય ચિજ વસ્તુઓ પ્રેમપુવઁક અપાઇ છે.કોટડાસાંગાણી નાં એક ખેડૂત પરિવાર દ્વારા દરેક દિકરીઓ ને રુ.બબ્બે લાખ ની ફિકસ ઉપરાંત પુવઁ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા દરેક દિકરીઓ ને રુ.એક એક લાખની ફિક્સ ડિપોઝિટ કરાઇ છે.તો રાજકોટ નાં નામી બિલ્ડર દ્વારા સુચિત ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે દરેક દિકરીઓ ને 100 વાર પ્લોટ નું હરખભેર ભુમિદાન કરાયું છે.આમ દિકરીઓ નાં લગ્ન ઉત્સવ માટે નામી અનામી વ્યક્તિઓ,સંસ્થાઓ અને શહેરીજનો એ જાણે વ્હાલ નો દરીયો ઠાલવી રંગેચંગે કરિયાવર માટે લાગણીઓ ને વહેતી મુકી છે.

નવદંપતિઓ ને આશિવઁચન પાઠવવા ગોંડલનાં મહારાજા જ્યોતીન્દ્રસિહજી, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી,ગોરધનભાઈ ઝડફીયા,રાજ્ય મંત્રી જયેશભાઈ રાદડીયા,કુંવરજીભાઈ બાવળીયા સાંસદ રમેશભાઈ ધડુક,મોહનભાઈ કુંડારીયા,રાજેશભાઈ ચુડાસમા સહીત નાં આગેવાનો પુ.હરીચરણદાસજી બાપુ,પુ.કોઠારી સ્વામી,પુ.કરશનદાસ બાપુ, પુ.ઘનશ્યામજી મહારાજ સહીતના સંતો મહંતો ઉપસ્થિત રહેનાર છે.બાલાશ્રમ ની દિકરી ઓ નાં શાહી લગ્નોત્સવ પ્રસંગે શહેરીજનો માં હરખ ની હેલી ઉઠવાં સાથે અનેરો થનગાટ છવાયો છે.

સાતમાંથી છ દિકરીઓ ગે્રજયુએટ, બાલાશ્રમને નવોઢા માફક શણગારાયું
બાલાશ્રમમાં ઉછેર પામેલી અને તા.19રવિવાર નાં લગ્ન નાં બંધનો માં જોડાનારી સાત દિકરીઓ પૈકી છ દિકરીઓ ગ્રેજ્યુએટ છે. જ્યારે એક દિકરી દશ ધોરણ સુધી ભણી છે.બીજી બાજુ મુરતીયાઓ એ પણ બીએસસી,મિકેનિકલ એન્જી.એમ.એસ.સી,બીએડ સુધીનો અભ્યાસ કર્યો છે.અને સુખી સંપન્ન પરીવાર ધરાવે છે.
લગ્ન પ્રસંગે બાલાશ્રમને નવોઢા માફક શણગારાયું છે.છેક માંડવીચોક થી બાલાશ્રમ સુધી આકષઁક કમાનો નાંખી રોશનીથી ઝળહળતું કરાયું છે. છેલ્લા એક દશકા થી બાલાશ્રમ માં ચેરમેનની ધુરાં સંભાળતાં અનિતાબેન રાજ્યગુરુ ની હુંફ અને લાગણી તથાં લગ્ન સબંધી ખરીદી માં નાગરીક બેન્ક નાં ડિરેકટર શારદાબેન ઢોલ,રીનાબેન ભોજાણી,મુકતાબેન કોટડીયા વગેરે ની દિકરીઓ પ્રત્યે નું વહાલ અને મમત્વ સરાહનીય બન્યું છે.


Loading...
Advertisement