ગોંડલમાં પૈસાની લેતી-દેતી બાબતે યુવક પર ચાર શખ્સોનો છરી વડે હુમલો

16 January 2020 12:52 PM
Gondal
  • ગોંડલમાં પૈસાની લેતી-દેતી બાબતે યુવક પર ચાર શખ્સોનો છરી વડે હુમલો

રાજકોટ તા.16
ગોંડલના આવાસ કવાર્ટરમાં રહેતો શાહનવાઝ સબીર બકાલી નામનો યુવક ગઇકાલે બપોરના સમયે મજુરીકામ કરી ઘરે પરત ફરતો હતો. તે અરસામાં પૈસાની લેતી-દેતી બાબતે ગોંડલમાં રહેતા હાજી બાપુ ઉર્ફે મહમદ કાસીમ, સલમાન ડુંગળીવાળો, બે અજાણ્યા માણસોએ મેમણ યુવકનો પીછો કરી ઘરે ઘસી જઇ પૈસાની પઠાણી ઉઘરાણી કરવા બાબતે યુવકને ઢીકાપાટુનો મારમારી ડાબા પગમાં છરીનો ઘા ઝીંકયો હતો. જે બનાવ અંગે ઇજાગ્રસ્ત યુવકે ફોન મારફતે પોતાના પિતા અને કાકાને જાણ કરી હતી.

ઇજાગ્રસ્ત યુવકને તેના કાકા ઇમરાન હનીફ બકાલી (ઉ.વ.3પ)એ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. પૈસાની લેતી-દેતી બાબતે હુમલો કરનાર હાજી બાપુ ઉર્ફે મહમદ કાસીમ સહિત ચાર અજાણ્યા માણસો વિરૂઘ્ધ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.જી.ચુડાસમાએ વધુ તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement