વેતનવધારા મામલે બેંક કર્મચારીઓ સળંગ બે દિવસની હડતાળ પાડશે

16 January 2020 12:10 PM
Rajkot Government Gujarat India Saurashtra
  • વેતનવધારા મામલે બેંક કર્મચારીઓ સળંગ બે દિવસની હડતાળ પાડશે

31 જાન્યુઆરી-1 ફેબ્રુઆરીએ બેંક હડતાળ : માર્ચમાં ત્રણ દિવસ તથા 1લી એપ્રિલથી બેમુદતી હડતાળનું એલાન

રાજકોટ,તા. 16
વેતનવધારા સહિતની અનેકવિધ પડતર માંગણીઓના મુદ્દે કોઇ સમાધાનકારી માર્ગ નીકળતો ન હોવાના કારણોસર બેંક કર્મચારીઓ દ્વારા આંદોલનનું શસ્ત્ર ઉગાવવામાં આવ્યું છે. 31 જાન્યુઆરી તથા એક ફેબ્રુઆરીએ સળંગ બે દિવસની હડતાળનું એલાન જાહેર કર્યું છે. માર્ચમાં ત્રણ દિવસની તથા એપ્રિલમાં અનિશ્ર્ચિત સુધીની હડતાળ પાડશે.

સરકારી બેંકોના જુદા જુદા નવ કર્મચારી યુનિયનોના સંગઠન એવા યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા આંદોલનના કાર્યક્રમ કરવામાં આવ્યાં છે. બેંક કર્મચારીઓના વેતનવધારા વિશે બેંક મેનેજમેન્ટ આજે ચાલતી વાટાઘાટોનું કોઇ પરિણામ આવતું ન હોવાથી હડતાળનું એલાન આપવામાં આવ્યું છે.

યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા અપાયેલા એલાન મુજબ જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓ 31 જાન્યુઆરી તથા 1લી ફેબ્રુઆરીએ હડતાળ પાડશે.ત્યારબાદ 12થી 13 માર્ચ સળંગ ત્રણ દિવસની હડતાળ પાડવામાં આવશે. તેમ છતાં કોઇ પરિણામ ન આવે 1લી એપ્રિલથી બેમુદતતી હડતાળ પાડવામાં આવશે.

બેંક કર્મચારી યુનિયનો દ્વારા 15 ટકાનો વેતનવધારો માંગવામાં ાવ્યો છે. જ્યારે બેંક મેનેજમેન્ટ 12.25 ટકાથી વધુ વેતનવધારો આપવા તૈયાર થતું નથી. ગત 13મીએ વેતનવધારાની વાટાઘાટો માટે બેઠક થઇ હતી તેમાં કોઇ પરિણામ ન આવતા હડતાળ જાહેર કરવામાં આવી છે.


Loading...
Advertisement