ફાયરિંગ કરનાર પીએસઆઇ ચાવડા સસ્પેન્ડ:પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

16 January 2020 08:56 AM
Rajkot Crime Gujarat Saurashtra
 • ફાયરિંગ કરનાર પીએસઆઇ ચાવડા સસ્પેન્ડ:પરિવારે મૃતદેહ સ્વીકાર્યો
 • ફાયરિંગ કરનાર પીએસઆઇ ચાવડા સસ્પેન્ડ:પરિવારે મૃતદેહ સ્વીકાર્યો
 • ફાયરિંગ કરનાર પીએસઆઇ ચાવડા સસ્પેન્ડ:પરિવારે મૃતદેહ સ્વીકાર્યો
 • ફાયરિંગ કરનાર પીએસઆઇ ચાવડા સસ્પેન્ડ:પરિવારે મૃતદેહ સ્વીકાર્યો
 • ફાયરિંગ કરનાર પીએસઆઇ ચાવડા સસ્પેન્ડ:પરિવારે મૃતદેહ સ્વીકાર્યો
 • ફાયરિંગ કરનાર પીએસઆઇ ચાવડા સસ્પેન્ડ:પરિવારે મૃતદેહ સ્વીકાર્યો
 • ફાયરિંગ કરનાર પીએસઆઇ ચાવડા સસ્પેન્ડ:પરિવારે મૃતદેહ સ્વીકાર્યો
 • ફાયરિંગ કરનાર પીએસઆઇ ચાવડા સસ્પેન્ડ:પરિવારે મૃતદેહ સ્વીકાર્યો
 • ફાયરિંગ કરનાર પીએસઆઇ ચાવડા સસ્પેન્ડ:પરિવારે મૃતદેહ સ્વીકાર્યો
 • ફાયરિંગ કરનાર પીએસઆઇ ચાવડા સસ્પેન્ડ:પરિવારે મૃતદેહ સ્વીકાર્યો
 • ફાયરિંગ કરનાર પીએસઆઇ ચાવડા સસ્પેન્ડ:પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

રાજકોટના એસટી બસ સ્ટેશનમાં બનેલા બનાવમાં : બનાવ શંકાસ્પદ હોવાના આક્ષેપ સાથે પરિવારે મૃતદેહ સંભાળવાનો ઇન્કાર કરતા તંગદિલી બાદ સમજાવટથી મામલો થાળે પડ્યો : રિવોલ્વર સાફ કરતી વેળા અકસ્માતે ગોળી વછૂટતા સ્પા સંચાલક યુવાનનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું : ફોજદાર સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો:યુવકની સગર્ભા પત્ની સહિતનો પરિવાર શોકમગ્ન

રાજકોટ, તા.16
રાજકોટના શાત્રીમેદાનમાં આવેલા એસટી બસ સ્ટેશનમાં આવેલી એસટી પોલીસ ચોકીમાં સાંજે ફોજદારની રીવોલ્વરમાંથી વછૂટેલી ગોળીએ સ્પા સંચાલક હીમાંશુ દિનેશભાઇ ગોહેલ (ઉ.વ 29) જીવ લઈ લેતા પોલીસતંત્રમા દોડધામ મચી ગઈ હતી. બનાવ સ્થળે દોડી ગયેલી પોલીસે તાકીદે ફોજદારને સકંજામા લઈ લીધો હતો. અને સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ મામલે એ.ડિવિઝન પોલીસ મથકમાં પી.એસ.આઈ પી.પી.ચાવડા સામે સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. અને મૃતદેહનું ફોરેન્સિક પી.એમ કારવાયુ હતું. બીજી તરફ આ બનાવ આકસ્મિક નહીં પણ હત્યાનો હોવાનો ધોબી યુવાનના પરિવારે આક્ષેપ કર્યો હતો. અને મૃતદેહ સાંભળવાનો ઇન્કાર કરી દેતા સિવિલ હોસ્પિટલે માહોલ તંગ બની ગયો હતો. જેથી હોસ્પિટલમાં પોલીસના ઘાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા હતાં.બાદમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની સમજાવટથી અને ન્યાયિક તપાસની ખાતરી મળતા મામલો થાળે પડ્યો હતો. અને પરિવારે મૃતદેહ સ્વીકારી લીધો હતો.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના અંકુર મેઈન રોડ પરની વૃંદાવન સોસાયટી-4 માં રહેતો અને માલવિયા ચોકમાં આવેલા પ્રમુખ આર્કેડમાં ગ્લો ફેમીલી નામે સ્પા સેન્ટર ચલાવતો હિમાંશુ દિનેશભાઈ ગોહેલ (ઉ.વ 29) નામનો યુવાન શાત્રીમેદાનમાં આવેલા એસટી બસ સ્ટેશનમાં આવેલી પોલીસ ચોકીએ ગયો હતો. ત્યારે ફોજદાર પી.પી. ચાવડાની સર્વિસ રીવોલ્વરમાંથી વછૂટેલી ગોળીએ જીવ લઈ લેતા એસટી બસ સ્ટેશનમાં નાસભાગ મચી ગઈ હતી.
કેટલાક મુસાફરો ચોકી તરફ ગયા તો યુવકની લોહિયાળ હાલતમાં લાશ જોવા મળી હતી. પીએસઆઇએ એન્કાઉન્ટર કર્યાની વાત શરૂ થઇ ગઇ હતી. અને થોડીવારમાં તમામ મુસાફરોમાં ભયનું લખલખું પ્રસરી ગયું હતું. ફાયરિંગની ઘટના બાદ પીએસઆઇ ચાવડા ચોકીની બહાર નીકળ્યા હતા અને તેના ચહેરા પર પસીનો વળી ગયો હતો, ફરીથી ચોકીની અંદર જઇ ફોજદાર ચાવડાએ પોલીસ ક્ધટ્રોલરૂમને ફોન કર્યો હતો અને પોતાનાથી ફાયરિંગ થઇ ગયાની જાણ કરી હતી.
આ અંગેની જાણ થતા ડીસીપી રવિમોહન સૈની તથા એસીપી એસ.આર.ટંડેલ, પીઆઈ એન.કે. જાડેજા તથા ક્રાઈમબ્રાંચના ફોજદાર અતુલ સોનારા તથા સ્ટાફ દોડી ગયા હતા.
પોલીસે હાથ ધરેલી તપાસમાં મૃતક હિમાંશુ ગોહેલને જમણી આંખમા ગોળી વાગતા પાછળ માથાના ભાગેથી બહાર નીકળી ગઈ હતી અને ગંભીર ઈજા થવાથી તાકીદે મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનાના પગલે એફએસએલના અધિકારીઓ પણ દોડી ગયા હતા. તેમજ ફોજદાર પી.પી. ચાવડાને તાકીદે સકંજામાં લઈ સર્વિસ રીવોલ્વર કબજે કરી એ.ડીવી. પોલીસ મથકમાં બેસાડી દેવામાં આવ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક હિમાંશુ ગોહેલ માલવિયા ચોકમાં આવેલા પ્રમુખ આર્કેડમાં સ્પા સેન્ટર ચલાવતો હતો અને ફોજદાર પી.પી. ચાવડાને મેચની ટિકિટ આપવા આવ્યો હતો. ત્યારે ફોજદાર પી.પી. ચાવડા તેની સર્વિસ રીવોલ્વર સાફ કરતા હોય અને હથિયારનું નવું કવર લીધું હોય તેમાં રીવોલ્વર મુકતી વખતે ફાયરિંગ થઈ જતા ગોળી હિમાંશુ ગોહેલની આંખમાં ઘૂસી ગઈ હતી અને મૃત્યુ નિપજ્યું હતું. જો કે બનાવ અકસ્માતનો છે કે, ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી તે મામલે શંકાસ્પદ જણાતા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે મૃતક હિમાંશુ ગોહેલનો મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. આ મામલે મૃતક હિમાંશુ ગોહેલના પરિવારજનોને જાણ કરવામાં આવતા હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.
ધોબી યુવાનને સંતાનમાં છ વર્ષની પુત્રી હીનલ છે. તેની પત્નીનું નામ ઈશા તેમજ માતાનું નામ ભાનુબેન અને પિતાનું નામ દિનેશભાઇ છે.યુવાનની પત્ની હાલ સગર્ભા છે.અને તેને ત્રણ માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું.
ફોજદાર પી.પી. ચાવડા થોડા સમય પહેલા જ ગાંધીનગરથી રાજકોટ બદલી થતા આવ્યા હતા અને એ.ડીવી.પોલીસ મથક હેઠળના એસટી બસ સ્ટેશન ચોકીમાં ફરજ બજાવતા હતા.
પોલીસ તપાસમાં એવી વિગત પણ બહાર આવી હતી કે, ગત તા.12/1 ના ફોજદાર પી.પી. ચાવડા અને મૃતક હિમાંશુ ગોહેલ માલવિયા ચોકમાં મળ્યા હોવાના સીસીટીવી કેમેરાના ફૂટેજ મળ્યા હતા. તેમજ પોલીસે એસટી બસ સ્ટેશનમાં પોલીસ ચોકી સામે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવ્યા હતા.
આ મામલે એ.ડિવિઝન પોલીસે મૃતકના પિતા દિનેશ વિઠલભાઈ ગોહિલની ફરિયાદ પરથી પી.એસ.આઈ પી.પી.ચાવડા સામે સાપરાધ મનુષ્યવધની કલમ 304, અને આમર્સ એકટની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.બનાવની વધુ તપાસ એ.ડિવિઝન પોલીસ મથકના પી.આઈ પી.પી.ચાવડા ચલાવી રહ્યા છે.તો બીજી તરફ આ મામલે તાકીદે પી.એસ.આઈ પી.પી.ચાવડાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
ફોજદાર ચાવડાની સર્વિસ રીવોલ્વરમાંથી વછૂટેલી ગોળીએ યુવાનનો ભોગ લેવાતા આ બનાવના પગલે ધોબી પરિવારમા આઘાતની સાથે રોષ જોવા મળ્યો હતો. આ બનાવ આકસ્મિક ન હોવાનો અને તેમના પુત્રની હત્યા થયાનો પિતાએ આક્ષેપ કર્યો છે.આ સાથે મૃતદેહ સંભાળવા પણ ઇન્કાર કરી દીધો હતો.હોસ્પિટલે યુવાનની પત્ની અને માતાપિતા સહિતનાએ પીએસઆઇ ને અમારી સામે હાજર કરોની માંગણી સાથે હોબાળો મચાવતાં અને મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દેતા સ્થિતિ તંગ બની ગઈ હતી.જેથી એ.સી.પી. એસ.આર.ટંડેલ તથા ક્રાઇમ બ્રાન્ચના અને એસ.ઓ.જી ના પી.આઈ સહિતના અધિકારીઓ તથા પોલીસના ઘાડે ધાડા અહીં ઉતારી દેવામાં આવ્યા હતા.
બાદમાં ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા ન્યાયિક તપાસની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.અને પરિવારજનોએ મૃતદેહ સ્વીકારી લીધો હતો.

હીમાંશુ પિતા પાસેથી રૂપિયા 40 હજાર લઈ ઘરેથી નીકળ્યો હતો
એસ.ટી ચોકીમાં પી.એસ.આઈ દ્વારા અકસ્માતે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી વછૂટતા ધોબી યુવાન હીમાંશુ (ઉ.વ 29) નું મોત થયું હતું. આ મામલે તેના પિતાએ પોલીસમાં ફટીયાદ નોંધાવી છે.
યુવકના પિતા દિનેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલ બપોરનાં તેનો પુત્ર જમીને દુકાને ગયો હતો.અને તેણે મને કહ્યું હતું કે, મારે 40 હજારની જરૂર છે જેથી મેં આ રકમ તેને આપી હતી.

ભાગીદારીમાં મોટાપાયે સ્પાનો ધંધો શરૂ કરવાનો હોવાનું માતાને કહ્યું’તું
પીએસઆઇ પી.પી.ચાવડાની રિવોલ્વરમાંથી ફાયરિંગ થતાં તેને મળવા આવેલા સ્પા સંચાલક યુવકનું મોત નીપજ્યું હતું. ક્રિકેટ મેચની ટિકિટ ખરીદવા માટે સ્પા સંચાલકને બોલાવ્યાનું અને સર્વિસ રિવોલ્વર નવા કવરમાં નાખતી વખતે ફાયર થઇ ગયાનું ફોજદારે રટણ રટ્યું હતું. સ્પાના ધંધામાં ભાગીદારી મુદ્દે હત્યા થયાનો પરિવારજનોએ આક્ષેપ કરી લાશ સ્વીકારવા ઈન્કાર કર્યો હતો.
તો આ મામલે યુવાનના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે હિમાશૂએ તેમના માતા ભાનુબેનને કહ્યુ હતુ કે તે મોટી સ્પાની દુકાન ભાગીદારમ 54 લાખમાં લેવાનો છે. પરંતુ આ શક્ય બને તે પૂર્વે યુવાનનું મોત થયું હતું.

મારે મારા પપ્પા જોઈએ છે: છ વર્ષની પુત્રી હિંનલનું છાતી ચીરી નાખતું રૂદન
રાજકોટના અંકુર મેઈન રોડ પરની વૃંદાવન સોસાયટી-4 માં રહેતો અને માલવિયા ચોકમાં આવેલા પ્રમુખ આર્કેડમાં ગ્લો ફેમીલી નામે સ્પા સેન્ટર ચલાવતા હિમાંશુ દિનેશભાઈ ગોહેલ (ઉ.વ 29)નામના ધોબી યુવાનનું એસ.ટી બસસ્ટેન્ડમ પી.એસ.આઈ ચાવડાની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી વછૂટતા મોત થયું હતું. યુવાનના મોતથી તેના પરિવારજનોમા માતમ છવાઈ ગયો હતો. તો છ વર્ષની પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.હોસ્પિટલમાં આ છ વર્ષની બાળકીએ મારા મારા પપ્પા જોઈએ છે તેવું રૂદન કરતા વાતવરણ શોકમય બની ગયું હતું.

પત્નિએ કહ્યું પી.એસ.આઈને મારી સામે લાવો
ઘરેથી કામ સબબ નીકળ્યા બાદ પતિના મોતના સમાચાર મળતા આઘાતથી ધોબી યુવાન હીમાંશુની પત્ની ભાંગી પડી હતી. તો સાથોસાથ પીએસઆઇ પ્રત્યે ભારોભાર રોષની લાગણી જાગી હતી.હોસ્પિટલે મૃતક યુવાનની પત્ની ઈશા જે હાલ સગર્ભા હોઈ તેણે મારા પતિને છીનવી લેનાર પી.એસ.આઈ ને મારી સામે હાજર કરો તેવું રોષભેર જણાવ્યું હતું.બાદમાં સમજાવટથી મામલો થાડે પડ્યો હતો.


Loading...
Advertisement