અમારું તરભાણું ભરો: ઓઈલ કંપનીઓ પાસેથી 19,000 કરોડનું ડિવિડન્ડ માંગતી સરકાર

15 January 2020 12:42 PM
Government India
  • અમારું તરભાણું ભરો: ઓઈલ કંપનીઓ પાસેથી 19,000 કરોડનું ડિવિડન્ડ માંગતી સરકાર

કંપનીઓનો નફો ઘટયો હોવાથી તેમણે ઉધાર ઉછીના કરવા પડે તેવી સ્થિતિ

નવી દિલ્હી તા.15
તિજોરીનું ગાબડું પુરવા સરકાર હવે ઓઈલ કંપનીઓ પાસેથી રૂા.19000 કરોડનું ડિવિડન્ડ માંગી રહી છે. ગત વર્ષ કરતાં આ રકમ પાંચ ટકા વધુ હશે. કલબમાં સામેલ બે મોટી કંપનીઓ ઓએનજીસી અને ઈન્ડિયન ઓઈલને કુલ રકમના 60% આપવા જણાવાયું છે.

ઓઈલ કંપનીઓના એકઝીકયુટીવ્સના જણાવ્યા મુજબ ગત વર્ષની સરખામણીએ નફો ઘટયો હોવા છતાં વધુ ડિવિડન્ડ આપવા સરકારે માંગણી કરી છે. વળી, ઓઈલ કંપનીઓમાં સરકારનો હિસ્સો ઘટયો હોવા છતાં વધુ રકમ માંગવામાં આવી છે.

ઓએનજીસીને રૂા.6500 કરોડ, ઈન્ડિયન ઓઈલને રૂા.5500 કરોડ, બીપીસીએલને રૂા.2500 કરોડ, ગેઈલને રૂા.2000 કરોડ, ઓઈલ ઈન્ડિયાને રૂા.1500 કરોડ અને એન્જીનીયર્સ ઈન્ડિયાને 2000 કરોડનું ડિવિડન્ડ આપવા જણાવાયું છે.

કંપનીઓ સરકારની માંગનો પ્રતિકાર કરી રહી છે. રકમ ઓછી કરવા સરકારને વિનંતી કરાઈ રહી છે જેથી કંપનીઓને મોટી રકમ ચૂકવવી ન પડે. એકઝીકયુટીવ્સના જણાવ્યા મુજબ ડિવિડન્ડ ચૂકવવા કંપનીઓને ઉધાર ઉછીના કરવા પડે તેમ છે.

ઈઆઈએલ (4%) સિવાય તમામ ઓઈલ કંપનીઓએ અર્ધ વાર્ષિક નફામાં ઘટાડો બતાવ્યો છે. ઓએનજીસીના નફામાં 15.5%, ઈન્ડિયન ઓઈલ ઈન્ડિયાના નફામાં 20%, બીપીસીએલના નફામાં 21% અને ગેઈલના નફામાં 27% ઘણો થયો છે.

માર્ચ 2018થી ઓએનજીસી સહિત ઓઈલ કંપનીઓમાં સરકારનો હિસ્સો ઘટયો છે, પણ ડિવિહન્ડની માંગ વધી છે.
ઉલ્લેખનીય છે કે સરકારે હજુ હમણાં રિઝર્વ બેંક પાસેથી રૂા.50000 કરોડના વચગાળાના ડિવિડન્ડની માંગણી કરી હતી.


Loading...
Advertisement