દુર્લભ બીમારીના દર્દીઓને રાહત : ઇલાજના રૂા. 15 લાખ મળશે

15 January 2020 12:10 PM
Government Health India
  • દુર્લભ બીમારીના દર્દીઓને રાહત : ઇલાજના રૂા. 15 લાખ મળશે

સરકાર નવી નીતિ લાવી રહી છે : આ નીતિ મુજબ સારવાર સરકારી હોસ્પિટલમાં કરાવવી પડશે

નવી દિલ્હી,તા. 15 :
કેન્દ્ર સરકાર ખૂબ નજીકનાં ભવિષ્યમાં ગંભીર શ્રેણીની દુર્લભ બીમારીઓથી ગ્રસ્ત દર્દીઓનાં ઇલાજ માટે 15 લાખ રૂપિયા જેટલી રકમ ઉપલબ્ધ કરાવશે. જેનાં માટે દુર્લભ બીમારી રાષ્ટ્રીય નીતિ (નેશનલ પોલીસી ફોર રેરડિઝીઝ)નો મુસદ્દો તૈયાર થઇ ચૂક્યો છે, જેમાં રાષ્ટ્રીય આરોગ્ય નિધિ યોજના અંતર્ગત દર્દીને એકવાર ઇલાજ માટે આ આર્થિક સહયોગ આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

સરકાર તરફથી જાહેર કરાયેલ મુસદ્દામાં આલાભ માત્ર ગરીબની રેખાથી નીચેના પરિવાર સુધી જ સીમિત નથી રખાયો બલકે આયુષ્યમાન ભારત (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) અંતર્ગત લાયક લોકોને પણ આ નવી નીતિનો લાભ મળશે જો કે આ રકમ માત્ર સરકારી હોસ્પિટોલમાં ઇલાજ કરાવવા પર જ મળશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મુસદ્દાને પોતાની વેબસાઈટ પર જાહેર કરીને 10 ફેબ્રુઆરી સુધી સૂચનો માગ્યા છે. મુસદ્દા નીતિમાં જણાવાયું છે કે સેન્ટર ફોર એક્સીલેન્સમાં દર્દીઓના ખર્ચની રકમ ઓનલાઈન ફાળા દ્વારા એકત્ર કરવામાં ાવશે. નીતિ મુજબ સરકાર સ્વૈચ્છિક વ્યક્તિગત અને કોર્પોરેટ દાતાઓ પાસેથી દુર્લભ બીમારીઓનાં ઉપચારમાં ખર્ચ માટે આર્થિક મદદ લેવા માટે એક ડિજીટલ પ્લેટફોર્મના માધ્યમથી વૈકલ્પિક ફંડીગ સિસ્ટમ બનાવશે.


Loading...
Advertisement