ગોંડલ બાલાશ્રમમાં પનાહ લઇ રહેલા 110 વર્ષના નાથાભાઇનું નિધન

15 January 2020 11:23 AM
Gondal
  • ગોંડલ બાલાશ્રમમાં પનાહ લઇ રહેલા 110 વર્ષના નાથાભાઇનું નિધન

ચેરમેન રાજ્યગુરૂ દંપતિએ કાંધ આપી અંતિમ સંસ્કાર કર્યા

ગોંડલ, તા. 1પ
ગોડલ નગર પાલિકા સંચાલિત બાલાશ્રમ ખાતે 30 વર્ષથી પણ વધુ સમયથી પનાહ લઈ રહેલ નાથાભાઈ ધોડાગાડીવાળાનું 110 વર્ષની વયે અવસાન થતાં ચેરમેન રાજયગુરૂ દંપતીએ પી એમ સહિત ની નિયમ મુજબ કાર્યવાહી કરી અંતિમવિધી કરેલ હતી.
આ નાથાભાઇ ગોડલ શહેરમાં ધોડાગાડી ચલાવી પોતાનો જીવન નિવોહ ચલાવી રહેલ હતાં પરંતુ પોતાની ઉમરના કારણે શરીર સાથ આપતુ ન હોય જેથી તેઓને ના છુટક નગર પાલિકા સંચાલિત અનાથાશ્રમમાં પનાહ લેવાની ફરજ પડેલ. હતી જયારે ફોરવિલનો જમાનો ન હતો. એ સમયે આ નાથાભાઇની ધોડાગાડી માં જુનીપેઢીના નામાંકિત ડોકટરો પણ વિઝીટ માં જતાં હતાં ત્યારે આ નાથાબાપા ધોડાગાડી વાળા ઉપરાંત ડોકટરો માં પણ સારી એવી નામના મેળવેલ હતી અને વિશ્વાસ કેળવેલ હતો સમય ને આધિન થઈ પોતાનું શરીર સાથ ન આપતાં બાલાશ્રમ માં પનાહ લઈને જીવન જીવતાં હતાં.
છેલ્લા 30 વર્ષથી પણ વધુ સમયથી બાલાશ્રમ માં પોતાની સારી છાપ થી ચાહના મેળવેલ હતી બાલાશ્રમ માં પણ નાથાબાપા ની ચીર વિદાયથી પોતાના આપતજન ગુમાવ્યા હોવાનો અફસોસ વ્યક્ત કર્યો હતો
તાજેતરમાંજ બાલાશ્રમ દિકરીઓનો લગ્ન પ્રસંગ નજીક હોય જેથી સરકારી હોસ્પિટલ ખાતે થીજ નાથાબાપા ની અંતિમયાત્રા ચેરમેન અનિતાબેન પ્રફુલભાઈ રાજયગુરૂ એ અવવ્લ મંજીલે પહોચતા કરી પોતાની ફરજ બજાવી હતી.


Loading...
Advertisement