પાયલોટ મર્યાદા ચૂકયો: મહિલા યાત્રીને જેલમાં મોકલવાની ધમકી આપી

15 January 2020 10:17 AM
Crime India Travel
  • પાયલોટ મર્યાદા ચૂકયો: મહિલા યાત્રીને જેલમાં મોકલવાની ધમકી આપી

મહિલાએ ડાયાબીટીસની દર્દી પોતાની મા માટે વ્હીલચેર માંગી હતી: બનાવની તપાસ શરૂ

બેંગ્લુરુ તા.15
ફલાઈટમાં મહિલા યાત્રીને ધમકાવવા અને તેની સાથે ખરાબ વ્યવહાર બદલ ઈન્ડીગો એર લાઈન્સના પાયલોટને ફરજમાંથી હટાવી દેવાયો છે, તેની પર આરોપ છે કે તેણે મા માટે વ્હીલચેરની માંગ કરનાર મહિલા યાત્રીને જેલમાં મોકલવાની ધમકી આપી હતી.

સુપ્રિયા ઉન્ની નાયરે જણાવ્યું હતું કે હું સોમવારે રાત્રે ચેન્નાઈથી બેંગ્લુરુ જઈ રહી હતી ત્યારે મેં મારી મા ડાયાબીટીસની દર્દી હોઈ મેં વ્હીલચેરની માંગ કરી તો પાયલોટે મારી સાથે બુરો વર્તાવ કરી જેલમાં મોકલવાની ધમકી આપી હતી. આરોપ છે કે જયારે બેંગ્લુરુ એરપોર્ટ પર મા માટે વ્હીલચેર લાવવામાં આવી ત્યારે પાયલોટે તેને વિમાનમાં જતા રોકી હતી.

ઈન્ડીગો એરલાયન્સે જણાવ્યું હતું કે આ મામલે આંતરિક તપાસ થઈ રહી છે. ડીજીસીએના જણાવ્યા અનુસાર રિપોર્ટ આવ્યા બાદ આ મામલે આગળની કાર્યવાહી થશે તો કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે આ મામલે મેં મારા કાર્યાલયને ઈન્ડીગો સાથે તુરંત સંપર્ક કરવાના નિર્દેશ કર્યા છે. એરલાઈને જણાવ્યું હતું કે તપાસ પુરી થવા સુધી પાયલોટને ડયુયીથી હટાવાયો છે.


Loading...
Advertisement