મકરસંક્રાંત આવી; ઉંધીયું, જીંજરા, શેરડી, ખીચડો, ચીકીની ધૂમ ખરીદી

13 January 2020 08:31 PM
Rajkot
  • મકરસંક્રાંત આવી; ઉંધીયું, જીંજરા, શેરડી, ખીચડો, ચીકીની ધૂમ ખરીદી
  • મકરસંક્રાંત આવી; ઉંધીયું, જીંજરા, શેરડી, ખીચડો, ચીકીની ધૂમ ખરીદી
  • મકરસંક્રાંત આવી; ઉંધીયું, જીંજરા, શેરડી, ખીચડો, ચીકીની ધૂમ ખરીદી
  • મકરસંક્રાંત આવી; ઉંધીયું, જીંજરા, શેરડી, ખીચડો, ચીકીની ધૂમ ખરીદી
  • મકરસંક્રાંત આવી; ઉંધીયું, જીંજરા, શેરડી, ખીચડો, ચીકીની ધૂમ ખરીદી

દાન-પૂણ્યની સાથોસાથે ઉમંગ-ઉત્સાહના મકરસંક્રાંતી પર્વમાં દર વર્ષે જીંજરા, શેરડી, તલની ચીકી, મમરાના લાડુ, ઉંધીયુ, ખીચડો, આરોગવા માટે રાજકોટીયનો રાહ જોતા હોય છે. આ વર્ષે પણ બજારોમાં આ ચીજવસ્તુઓ ખરીદવા બજારોમાં ભીડ જામી રહી છે.
મહાનગરના અનેકવિધ સ્થળોએ શેરડી, બોર, જીંજરાનું વેચાણ થઈ રહ્યું છે. શેરડી તો છેલ્લા એક સપ્તાહથી વિવિધ સ્થળોએ સ્ટોલમાં ઉતરી રહી છે અને ધુમ વેચાણ થઈ રહ્યું છે. અનેક સ્થળોએ તલની ચીકીનું વેચાણ ઉપરાંત રેકડીઓમાં ફેરીયાઓ દ્વારા વેચાણ થઈ રહ્યું છે. દુકાનોમાં ચીકીનું વેચાણ વિક્રમજનક રહ્યું છે.
મકરસંક્રાંતિ પર્વમાં વહેલી સવારથી જ પતંગોત્સવ સાથે દિવસભર મકાનોની અગાસી, ધાબા પર નાના બાળકોથી માંડી વડીલો પતંગ ચડાવવાની મોજ મજા સાથે મનગમતા લાડુ, તલની ચીકી, શેરડી, જીંજરા, બોર, રોંધેલો ખીચડો, સ્વાદિષ્ટ ઉંધીયુ આરોગી મજા માણે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બજારોમાં ઉતરાયણ પર્વની રોનક જોવા મળે છે. ઠેર ઠેર સ્થળોએ રાંધેલા ખીચડો, ઉંધીયુ, જાદરીયુના સ્ટોલ ઉભા થયા છે.
પતંગોત્સવની મોજ સાથે દિવસભર અગાશી ધાબા પર ખાણીપીણીની મોજ રાજકોટીયનો માણે છે. ઉતરાયણ પર્વને અનુલક્ષીને બજારોમાં આજે દિવસભર ચીકી, શેરડી, જીંજરા, બોરની ખરીદી જેવા મળી હતી. કાલે ઉતરાયણ પર્વને ઉત્સાહ ઉમંગભેર ઉજવવા રાજકોટીયનો થનગની રહ્યા છે.
વહેલી સવારથી ગીત સંગીતના સથવારે શરૂ થનાર પતંગોત્સવ રાત્રી સુધી જોરશોરથી ઉજવાશે સાથે દિવસભર મકાન, ધાબા, છાપરા, છત પર શેરડી, જીંજરા, ચીકી બોર સાથે રોટલી ઉંધીયુનો સ્વાદ માણી ઉતરાયણ પર્વને મનાવાશે. ઉતરાયણ પર્વમાં કવિન્ટલ મોઢે શેરડીને જથ્થો વેપારીઓએ ઉતાર્યો છે. નાના નાના છુટક વેપારીઓ ઠેર ઠેર સ્થળોએ શેરડી વેચી રહ્યા છે તો પ્રકારે જીંજરા બોરનું વેચાણ થઈ રહ્યું છે. નાના બાળકોથી વડીલોમાં એ કાપ્યો.. એ કાપ્યો, આંટી લે, ઢીલ દે તેવી બુમાબુમથી વાતાવરણ ગુંજાવી દેશે. આજે દિવસભર ઠેર ઠેર સ્થળોએ જીંજરા, શેરડી, ચીકી, તલ મમરાના લાડુની ખરીદી જોવા મળી હતી. તે જોતા કાલે મકરસંક્રાંતી પૂર્વ રંગેચંગે ઉજવવા રાજકોટીયનોમાં ઉત્સાહ છવાયો છે.
(તસ્વીર: અરવિંદ વાઘેલા)


Loading...
Advertisement