મકરસંક્રાંતિએ પક્ષીઓ અને બાળકોનું પણ ઘ્યાન રાખજો

13 January 2020 08:27 PM
Rajkot
  • મકરસંક્રાંતિએ પક્ષીઓ અને બાળકોનું પણ ઘ્યાન રાખજો
  • મકરસંક્રાંતિએ પક્ષીઓ અને બાળકોનું પણ ઘ્યાન રાખજો
  • મકરસંક્રાંતિએ પક્ષીઓ અને બાળકોનું પણ ઘ્યાન રાખજો
  • મકરસંક્રાંતિએ પક્ષીઓ અને બાળકોનું પણ ઘ્યાન રાખજો

ઘાયલ પક્ષીઓ માટે ત્રિકોણ બાગે સારવાર કેન્દ્ર

રાજકોટ તા.13
મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર યાદીમાં જણાવેલ છે કે, મકરસંક્રાંતિએ પતંગના દોરથી પક્ષીઓ ઘાયલ ન થાય, વાહન ચાલકો અકસ્માતનો ભોગ ન બને અને પોતે પણ અગાશી પરથી પડવાના અને વીજળીના તારથી બચવા પુરતી કાળજી રાખે.
સવારે 6:00 વાગ્યા થી સવારના 10 વાગ્યા દરમ્યાન પક્ષીઓ તેના માળામાંથી બહાર આવી ચણ શોધવા માટે આકાશમાં ઉડી નીકળતા હોય છે. જયારે સાંજના 5:00 થી 7 દરમ્યાન પક્ષીઓ પોતાના માળામાં પરત ફરતા હોય છે. આ સમય દરમ્યાન હવામાં પક્ષીઓની પણ ખુબ ઉડાઉડ થતી હોય છે. આવા સમયે પતંગબાજો પતંગ ચગાવવાનું ટાળે અને પક્ષીઓ ઘાયલ થતા બચે તે પક્ષીના હિતમાં અત્યંત આવશ્યક છે. પદાધિકારીઓએ વધુમાં કહ્યું હતું કે, જો ક્યાય પણ પક્ષીઓને પતંગના દોરા કે અન્ય કોઈ કારણે ઈજા થવાનું જાણવા મળે તો ત્રિકોણબાગ ખાતે પક્ષીની સારવાર માટે સારવાર કેન્દ્ર કાર્યરત રહેશે.
નગરજનો પણ મકરસંક્રાંતિપર્વની ઉજવણી સાથે કોઈ અકસ્માતો ન બને અને એમાંય ખાસ કરીને બાળકોનું પણ ખાસ ધ્યાન રાખે, રસ્તાઓ પર પણ પતંગ લુંટવા માટે બાળકો દોડાદોડી કરતા હોય છે. ત્યારે વાહન ચાલકો પણ પોતાનું વાહન ધીમે ચલાવે અને વાહન ચાલકને પણ રસ્તા પર દોડો આડો ન આવે તેવું ખાસ ધ્યાન રાખે તેમજ પતંગબાજો ખાસ કરીને અગાશી ઉપસ્થી પડવાના, વીજળીના તારથી બચવા પુરતી કાળજી લ્યે, આ ઉપરાંત તહેવારના દિવસે બહારથી મંગાવવામાં આવતું ફૂડ પણ શુધ્ધ અને તાજું ખાવાનો આગ્રહ રાખવા અપીલ કરેલ છે.


Loading...
Advertisement