મક૨સંક્રાંતિના પાવન પર્વ નિમિતે ભગવાન કૃષ્ણની પ્રાણ પ્યા૨ી ગૌમાતાની સેવા-૨ક્ષાનો સંકલ્પ ધા૨ણ ક૨ીએ

13 January 2020 08:25 PM
Rajkot
  • મક૨સંક્રાંતિના પાવન પર્વ નિમિતે ભગવાન કૃષ્ણની પ્રાણ પ્યા૨ી ગૌમાતાની સેવા-૨ક્ષાનો સંકલ્પ ધા૨ણ ક૨ીએ

૨ાષ્ટ્રીય કામધેનુ આયોગના ચે૨મેન ડો. વલ્લભભાઈ કથિ૨ીયા : મકરસંક્રાંતિમાં દાનનું મહાત્મ્ય : વસ્ત્ર-ધાન્ય અને દ્રાવ્યનું દાન

ગૌમાતાની સીધી સેવા ભગવાન શ્રી કૃષ્ણ સુધી પહોંચે છે ગૌમાતાની સેવા માટે તેમનું નામ ગોપાલ પડયું એમ કહી શકાય કે ગાય આપણા આ૨ાધ્યની આ૨ાધ્યા છે. ગૌમાતામાં સમગ્ર દેવી-દેવતાઓ નિવાસ ક૨ે છે, ગૌમાતાની સેવાથી પૂર્વજોની પણ સદગતિ થાય છે.
આજના આ યુગમાં કૃષ્ણ ભગવાનને તો અનેક પ્રકા૨ના ભોગો ધ૨વામાં આવે છે. પ૨ંતુ તેમની પ્રાણ પ્યા૨ી ગૌમાતા ઘણી જગ્યાએ ભૂખી-ત૨સી, ૨ખડતી જોવા મળે છે. મક૨ સંક્રાંતિના પવિત્ર દિવસે ગૌમાતાની સેવાનું પુણ્ય સંકલ્પ લઈએ તેના માટે ભા૨તની દેશીકૂળની ગાયના, દૂધ, દહીં, ઘીનો જ ઉપયોગ ક૨ીએ, પંચગવ્યથી નિર્મિત દવાઓનો ઉપયોગ ક૨ીએ, ગૌ આધા૨ીત જૈવિક ખેતી અપનાવીએ, ગૌ આધા૨ીત ગ્રામોદ્યોગની સ્થાપના ક૨ીએ.
સમગ્ર ભા૨તમાં ગૌશાળા-પાંજ૨ાપોળોને સ્વાવલંબન ત૨ફ વાળવા, ગૌ આધા૨ીત સંસ્કૃતિનું પુન: સ્થાપન, ગૌચ૨ વિકાસ, ગૌ આધા૨ીત કૃર્ષિ-આ૨ોગ્ય, ગૌ આધા૨ીત કૃર્ષિ, ગૌચ૨નું નવ નિર્માણ, પયાવ૨ણર્થે જનજાગ૨ણ, ગૌપાલન, દેશીકૂળના ગૌ સંવર્ધનને પ્રોત્સાહનના પગલાઓમાં યથાયોગ્ય સહકા૨ આપીએ.

મકરસંક્રાંતિનું શાસ્ત્રોક્ત મહાત્મય : દાનનો મહિમા
વિક્રમ સંવત 2076નું સંક્રાંતિનું વાહન ગદર્ભ, ઉપવાહન ઘેટું, વસ્ત્રો રકતવર્ણ, તિલક ગોપીચંદનનું, આયુધ દંડ, પક્ષી જાતિ તથા પુષ્પ કેવડાનું, માલપુડાનું ભક્ષણ, કાંસાનું ભક્ષણ પાત્ર તથા ભોજપત્રની કચુકી તથા મહોદરી વાર નામ, ઘોરા નક્ષત્ર નામ અને 60 યોજન, વિસ્તારવાળી તથા પૂર્વમાંથી પશ્ર્ચિમમાં જાય છે. એવી સંક્રાંતિનું મુખ દક્ષિણમાં છે અને તેની દ્રષ્ટિ વાયવ્યમાં છે.
વિક્રમ સંવત 2076, શાકે 1941 તા. 14-1-2020, મંગળવાર પોષ વદ 4નાં રાત્રીનાં 12કલાક પછી મોડી રાત્રીએ 26.10 એટલે કે તા. 15-1-2020 બુધવારનાં વહેલી સવારે 2 ક. 10 મી. સૂર્ય મકર રાશીમાં પ્રવેશે છે. આ સમયે ચંદ્રમાં સિંહ રાશીમાં અને શોભન નામનો યોગ તથા તૈતિલ નામનું કરણ છે. તેથી આ વખતે મકરસંક્રાંતિનાં દાનનો પુણ્યકાળ તા. 15-1ના બુધવારનાં સ્થાનિક સુર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો રહેશે.
અમાસે કરેલ દાન દશ ગણું, ક્ષય તિથિએ તેનાથી સો ગણું, અને સંક્રાંતિએ તેનાથી સો ગણું, તુલા અને મેષ સંક્રાંતિએ તેનાથી સો ગણું, યુગના આરંભે તેનાથી સો ગણું ઉતરાયણ ને દક્ષિણાયને તેનાથી સો ગણું ધર્મ ક્રમનું ફળ મળે છે.
ઉત્તરાયણનાં આરંભમાં દાન આપવાથી અક્ષય ફળ મળે છે. શ્રી મહાભારત આશ્ર્વમેધિક પર્વ-વૈષ્ણવધર્મ પર્વ અધ્યાનય-20 શ્ર્લોક નં. 3માં શ્રીકૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન વિષુવ કાળે,નામનાં પુષ્યકાળે ચંદ્રગ્રહણ-સૂર્યગ્રહણા સમયે વ્યતિપાતને દિવસે અને ઉત્તરાયણના આરંભમાં દાન આપવાથી અક્ષય ફળ મળે છે.

ભારતના વિવિધ પ્રાંતોમાં ઉજવાતો મકરસંક્રાંતિ પર્વ : તામિલનાડુમાં આ પર્વ ‘પોંગલ’ તરીકે ઉજવે છે
આ પાવક પર્વની સવિશેષ મહિમા અને મહત્તા છે. આ દિવસે દાન અને સ્નાનનું અદકેરું મહત્વ અને મહાત્મ્ય છે. આ દિવસે પ્રયાગ, હરિદ્વાર, પુષ્કર, કાશી નાસિક, વિ. પવિત્ર તીર્થ સ્થળે લોકો શ્રધ્ધાપૂર્વક સ્નાન કરી યથાશક્તિ અવશ્ય દાન કરે છે. આ દિવસે ગંગાસાગર સ્નાનનો તો અનેરો મહિમા છે. કહેવાય છે સબ તિરથ બાર બાર, ગંગાસાગર એક બાર કહેવાય છે. વર્ષ દરમ્યાન આ દિવસોમાં એક સપ્તાહ સમુદ્રમાંથી આ ટાપુ બહાર આવે છે. અને એટલે જ આ અદ્ભૂત ઘટનાને આસ્થાથી વધાવતાં લાખો શ્રધ્ધાળુઓ મકરસંક્રાંતિનાં દિસે અહીં સ્નાન કરી કૃતાર્થ થયાની લાગણી અનુભવે છે.
પંજાબમાં આ તહેવાર લોહડીનાં નામે મનાવાય છે. આદિવસે તેઓ વૈદિક પરંપરા મુજબ મકાઈની ખીર તથા રેવડી યજ્ઞમાં અર્પણ કરી આ ઉત્સવ ઉત્સાહભેર ઉજવે છે. તો મહારાષ્ટ્રીયનો એક બીજાને તિળ ગુડ દયા, ગુડ ગુડ બોલા અર્થાત તલ ગોળ ખાવ અને મીઠું મીઠું બોલો, બોલી એક બીજાને તલ અને ગોળ ખવડાવી આ મહોત્સવ મનાવે છે. સીંધી લોકો આ તહેવારને તિલીમુરી કહે છે. તામિલનાડુ, આંધ્રપ્રદેશમાં આ પર્વ પોંગલ તરીકે ઉજવે છે તો કેરળમાં એને તઇ પોંગલ કહે છે. આજનો દિવસ સરસવ ઘઉં વિ.ની કાપણી માટેનો શુભ મુહુર્ત કહેવાય છે. આજના દિવસે પતંગ ઉડાડવાનો પણ અનેરો મહિમા છે.
Loading...
Advertisement