અમે કોઈપણ ટીમ સાથે કયાંય પણ રમવા તૈયાર છીએ: વિરાટ કોહલી

13 January 2020 07:47 PM
Sports
  • અમે કોઈપણ ટીમ સાથે કયાંય પણ રમવા તૈયાર છીએ: વિરાટ કોહલી

આવતીકાલે મુંબઈમાં ઓસ્ટ્રેલીયા સામે જંગ

મુંબઈ તા.13
ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે ટીમ ઈન્ડીયા કોઈપણ ટીમની સાથે અને કયાંય પણ રમવા તૈયાર છે.ચાહે તે ટેસ્ટ હોય, ટી-20 હોય કે પછી વન-ડે કેમ ન હોય?
કોહલીએ ઓસ્ટે્રલીયા સામે વન-ડે સીરીઝ શરૂ થવાના એક દિવસ પહેલા આ નિવેદન આપ્યુ હતું. ઉલ્લેખનીય છે કે આવતીકાલે તા.14 જાન્યુઆરીએ મુંબઈમાં વન-ડે સાથે ઓસ્ટે્રલીયા વચ્ચે હોમ સીરીઝ ખેલાશે.
હરીફ ટીમનાં ખેલાડીઓનાં બારામાં કેપ્ટને જણાવ્યું હતું કે હા, અમે એકબીજાની મજબુતી અને કમજોરીથી ઘણા પરીચીત છીએ. તેમના ખેલાડીઓ પાસે ભારતમાં રમવાનો લાંબો અનુભવ છે.
ડે-નાઈટ ટેસ્ટ પર વિરાટે જણાવ્યું હતું કે અમે ભારતમાં ડે-નાઈટ ટેસ્ટ રમી ચુકયા છીએ અને અમારા પ્રદર્શનથી ખુશ છીએ.
ઉલ્લેખનીય છે કે સીરીઝની પ્રથમ મેચ આવતીકાલે મુંબઈમાં વાનખેડે સ્ટેડીયમમાં જયારે બીજો મેચ 17 મીએ રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના સ્ટેડીયમમાં રમાશે.


Loading...
Advertisement