સીએએ, એનઆરસી, એનપીઆરના વિરોધમાં યશવંતસિંહાની શાંતિયાત્રા સુરતમાં

13 January 2020 07:43 PM
Ahmedabad Gujarat
  • સીએએ, એનઆરસી, એનપીઆરના વિરોધમાં યશવંતસિંહાની શાંતિયાત્રા સુરતમાં

શાંતિયાત્રા રાજકોટમાં ગુરુવારે આવશે

અમદાવાદ તા.13
સીએએ, એનસીઆર, એનપીઆરના વિરોધમાં શાંતિ સંદેશ યાત્રા સુરત આવી પહોંચતા કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ પુર્વ નાણામંત્રી યશવંતસિંહાનું સ્વાગત કર્યું હતું.
અમદાવાદના આ બન્ને ધારાસભ્યોએ સુરતની મુલાકાતે આપેલા પુર્વ નાણામંત્રી યશવંતસિંહાને પ્રદેશ અને રાષ્ટ્રની વર્તમાન રાજકીય પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો. આ તકે ગુજરાતમાં વધી રહેલી દલિત ઉત્પીડનની ઘટનાઓ, રાજયમાંથી ગુમ થતા બાળકો, અમદાવાદ-રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં બાળકોના મૃત્યુ એનઆરસી, સીએએ બાબતે ચર્ચા થઈ હતી.ઉલ્લેખનીય છે કે શાંતિયાત્રા સોમવારે વડોદરા, મંગળવારે કરમસદ અને ધંધુકી, બુધવારે પોરબંદર, ગુરુવારે ગોંડલ, જેતપુર, રાજકોટ, શુક્રવારે સુરેન્દ્રનગર, શનિવારો અમદાવાદ આવી પહોંચશે. સમાપન 30મી જાન્યુઆરીએ મહાત્મા ગાંધીજી પુણ્યતિથિએ દિલ્હીમાં રાજઘાટમાં થશે.


Loading...
Advertisement