ઘરના જ ઘાતકી: બળાત્કારના 94% કેસોમાં અપરાધી પીડિતાના પરિચિત

13 January 2020 07:21 PM
India
  • ઘરના જ ઘાતકી: બળાત્કારના 94% કેસોમાં અપરાધી પીડિતાના પરિચિત

બાળાથી વૃદ્ધા સુધી તમામ વયની મહિલા હવસનો શિકાર

નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યુરો (એનસીઆરબી) ના છેલ્લા રિપોર્ટ મુજબ 2018માં લગભગ બળાત્કારના 94% કેસોમાં અપરાધી પીડિતાનો જાણીતો હતો.
તેમના ઘરમાં પડોશમાં અથવા કામકાજના સ્થળે અને મહિલાએ દુષ્કર્મનો ભોગ બની શકે છે તેવી શકયતા દર્શાવતા રિપોર્ટમાં જણાવાયું છે કે 2018માં બળાત્કારના 33356 કેસોમાંથી 2780 કેસોમાં અપરાધી પરિવારનો સભ્ય જ હતો. 15972 કેસોમાં અપરાધી પડોશી, પારિવારિક મિત્ર અથવા એમ્પ્લોયર સહિત કોઈક જાણીતી વ્યક્તિ હતી. અન્ય 72568 કેસોમાં આરોપી કયાં તો મિત્ર અથવા ઓનલાઈન, લિવ ઈન પાર્ટનરે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. માત્ર 2036 કેસોમાં જ અપરાધી અજાણ અને ઓળખી શકાયા નહોતા.
અપરાધી કોઈ રીતે જાણીતો હોય તેવા 31720 રેપ કેસોમાં મધ્યપ્રદેશમાં સૌથી વધુ (5209) અને એ પછી રાજસ્થાન (3748) અને ઉતરપ્રદેશ (3718) નો ક્રમ આવે છે.
એનસીઆરબીના રિપોર્ટ મુજબ તમામ વયની મહિલાઓ યૌનાચારનો ભોગ બને છે.
9433 (27.8%) કેસોમાં પીડિતાની વય 18 વર્ષની અને એમાંથી 281 6 વર્ષથી પણ નાની બાળા હતી. 18 વર્ષથી નીચેની પીડિતાઓમાં 4779 (14.1%) 16થી18 વર્ષ વચ્ચેની, 3616 (10.6%) 12-16 વચ્ચેની અને 751 (2.2%) 6થી12 વર્ષ વચ્ચેની હતી.
એવી જ રીતે 72.2% (24,544) પીડિત મહિલાઓ 18થી ઉપરની અને એમાં પણ મહતમ (17636) 18થી30 વર્ષ વચ્ચેની હતી. 30થી45 વર્ષની મહિલાઓ પર દુરાચારના 6198 કેસો નોંધાયા હતા. 727 પીડિતાઓ 40થી59 વર્ષની હતી. 60 વર્ષથી વધુની પીડિતા હોય તેવા 73 કેસો હતા.


Loading...
Advertisement