શેરબજારમાં સેન્સેકસ-નિફટી નવી ઉંચાઈએ

13 January 2020 07:09 PM
Business India
  • શેરબજારમાં સેન્સેકસ-નિફટી નવી ઉંચાઈએ

એકધારી તેજીનો દોર: સેન્સેકસ 273 પોઈન્ટ નિફટી 80 પોઈન્ટ ઉછળ્યો

રાજકોટ તા.13
મુંબઈ શેરબજારમાં તેજીનો દોર યથાવત રહેવા સાથે ધુમ લેવાલીને કારણે મોટાભાગના શેરો ઉંચકાતા સેન્સેકસ તથા નીફટી નવી ઉંચાઈએ પહોંચ્યા હતા. સોના-ચાંદીમાં ગાબડા હતા જયારે ડોલર સામે રૂપિયો સ્ટ્રોંગ હતો.
શેરબજારમાં આજે માનસ તેજીનું બની રહ્યું હતું. ગઈરાત્રે ઈરાક એરપોર્ટ અમેરીકી સૈન્ય મથકે વધુ એક રોકેટ હુમલો થયો હતો.પરંતુ તેના કોઈ તિવ્ર પ્રત્યાઘાતો પડયા ન હોવાથી રાહત હતી. માર્કેટમાં કોઈ અસર ન હતી. મેન્યુફેકચરીંગ ગ્રોથ વધ્યો હોવાના આંકડા આવતા સારી અસર થઈ હતી. વિદેશી નાણા સંસ્થાઓની લેવાલીનાં આંકડાની પણ સારી અસર હતી. આજે દિવસભર તેજીનો ધમધમાટ પ્રવર્તેલો રહ્યો હતો.
શેરબજારમાં આજે ઈન્ફોસીસ ઉછળ્યો હતો. કંપનીએ પ્રોત્સાહક પરીણામો જાહેર કરતા સારી એવી અસર હતી આ સિવાય ટાટા સ્ટીલ, અલ્ટ્રાટ્રેક સીમેન્ટ, ભારતી, હિન્દ લીવર, ઈન્ડૂસઈન્ડ બેન્ક, કોટક બેંક, લાર્સન, મારૂતી, કોલ ઈન્ડીયા, ઉછળ્યા હતા. રીલાયન્સ, ટીસીએસ, એક્ષીસ બેંક, નેશલે, યશ બેંક, આઈશર મોટર્સ વગેરેમાં ઘટાડો હતો. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 41899 ની ઉંચાઈએ પહોંચ્યો હતો. ઉંચામાં 41899 તથા નીચામાં 41720 થઈને 273 પોઈન્ટના ઉછાળાથી 41872 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી પણ 12377 ની નવી ઉંચાઈએ પહોંચ્યો હતો. નીચામાં 12285 થઈને 79 પોઈન્ટના કુલ સુધારાથી 10336 હતો.
શેરબજારમાં તેજી સામે સોના-ચાંદીમાં ગાબડા પડયા હતા. સોનુ 300 રૂપિયા ગગડીને કોમોડીટી એકસચેંજમાં 39563 હતુ ચાંદી 400 ના ઘટાડાથી 46400 હતુ ડોલર સામે રૂપિયો મજબુત થઈને 70.78 સાંપડયો હતો.


Loading...
Advertisement