કાલથી વિન્ડોઝ 7ની દોર કપાઈ જશે: વિન્ડોઝ 10માં અપગ્રેડ કરવા સલાહ

13 January 2020 07:08 PM
India Technology
  • કાલથી વિન્ડોઝ 7ની દોર કપાઈ જશે: વિન્ડોઝ 10માં અપગ્રેડ કરવા સલાહ

માઈક્રોસોફટ જુની સિસ્ટમને સપોર્ટ નહીં કરે

નવી દિલ્હી તા.13
માઈક્રોસોફટ આખરે વિન્ડોઝ 7 ઓપરેટીંગ સિસ્ટમ બંધ કરી રહી છે. 14 જાન્યુઆરી પછી લેપયોપ અને ડેસ્કટોપ પીસીની ઓપરેટીંગ સીસ્ટમને સિકયુરીટી અપડેટસ સહિત કોઈ સપોર્ટ નહીં મળે. આવું થતાં યુઝર્સ સામે સાયબર સિકયુરીટીનું જોખમ ઉભું થશે.
માઈક્રોસોફટ એ યુઝરને વિન્ડોઝ 7ને વિન્ડોઝ 10માં અપગ્રેડ કરવા અપીલ કરી છે.
માઈક્રોસોફટની વિન્ડોઝ 7 ઓપરેટીંગ સિસ્ટમ બંધ થતાં એશિયામાં પીસી બિઝનેસને મોટો ફાયદો થશે. એશિયામાં એન્ટરપ્રાઈઝ પીસીના 35% વિન્ડોઝ 7 પર ચાલે છે.
વિન્ડોઝ 7ને હજુ પણ વળગી રહેલા બીઝનેસીસ તેમના લાયસન્સ વિન્ડોઝ 10 પ્રોમો અથવા હાલના પીસી માટે વોલ્યુમ લાઈસન્સીંગ મારફત વિન્ડોઝ 10 અપગ્રેડ કરાવવી પડશે, અથવા નવા પીસી લેવા પડશે.
એશિયામાં નવા પીસીનું માર્કેટ 39.4 અબજ ડોલરનું ગણાય છે અને ભારતનો હિસ્સો એનાં 20% જેટલો છે.


Loading...
Advertisement