નિર્ભયા કેસના દોષીઓના ડમીને ફાંસી આપી ટ્રાયલ કરાઈ

13 January 2020 06:48 PM
India
  • નિર્ભયા કેસના દોષીઓના ડમીને ફાંસી આપી ટ્રાયલ કરાઈ

ચારેય દોષીઓ જેલમાંથી ભાગી ન જાય કે કોઈ તેમની પર હુમલો ન કરે તે માટે સઘન સુરક્ષા

નવી દિલ્હી તા.13
તિહાર જેલમાં બંધ નિર્ભયા ગેંગરેપના ચારેય અપરાધીઓને 22મી જાન્યુઆરીએ સવારે 7 વાગ્યે ફાંસી પર લટકાવવાની તૈયારી થઈ રહી છે ત્યારે તેના ભાગરૂપે ગઈકાલે રવિવારે ડમીને ફાંસી પર લટકાવીને ટ્રાયલ કરવામાં આવી હતી. આ ટ્રાયલ એક સાથે ફાંસી પર લટકાવવા માટે જેલ નં.3માં બનાવવામાં આવેલા ચાર ફાંસીના તખ્તા પર કરવામાં આવી હતી.જાણવા મળ્યા મુજબ ટ્રાયર પુરેપુરી કામિયાબ રહી હતી.
ઉલ્લેખનીય છે કે ચારેય રસ્સીઓ પર માખણ લગાવીને તેને સુરક્ષિત રખાઈ છે. જેથી ફાંસી માટે આ રસ્સીઓનો ઉપયોગ થઈ શકે. માખણથી રસ્સીઓ મુલાયમ રહે છે. આ રસ્સીઓને સઘન સુરક્ષા વચ્ચે લોકરમાં રખાઈ છે. બીજી બાજુ નિર્ભયા ગેંગરેપ મર્ડરના આરોપીઓ સુરંગ ખોદીને ભાગી ન જાય કે તેમની પર કોઈ અન્ય કેદી કે જેલ સ્ટાફ હુમલો ન કરી દે તે માટે તેમના માટે 4 નવા સેલ બની રહ્યા છે. આ નવા સેલ હાઈ સિકયોરિટી વોર્ડમાં છે.


Loading...
Advertisement