આ છે રિયલ બર્ડમેન : પંખીઓ આ ભાઈને ભીડમાં પણ શોધી કાઢે છે

13 January 2020 06:47 PM
India
  • આ છે રિયલ બર્ડમેન : પંખીઓ આ ભાઈને ભીડમાં પણ શોધી કાઢે છે

ઓડિશાનાં મયુરભંજ જિલ્લામાં સુરજકુમાર નામનાં ટ્રાફીક પોલીસ છેલ્લા દસ વર્ષથી કબૂતરો અને પંખીઓને ચણ નાખવાનું કામ કરે છે. રોજ ચણ ખવડાવવા આવતા આ માણસને હવે તો પંખીઓ પણ બહુ સારી રીતે ઓળખી ગયા છે. સુરજકુમાર જેવા દાણા લઇને રોડ પર નીકળે કે તરત જ પંખીઓ તેમનાં પર આવીને બેસી જાય છે
અને દાણા ખાય છે. બાવન વર્ષનાં સુરજકુમાર આખા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને બૂખ્યા પંખીઓને દાણા નાખવાનું કામ કરે છે. તેઓ ટ્રાફીક પોલીસની ડ્યુટી કરતા હોય ત્યારે પણ પાસે દાણા રાખે છે
એટલે તેમની આસપાસ કોઇ પંખી ઉડતું આવે તો તેને ખવડાવી શકે. એને કારણે હવે પંખીઓને સુરજભાઈ પોતીકાં લાગવા લાગ્યા છે અને ડ્યુટી પર ઉભેલા હોય ત્યારે પણ પંર્ખીઓ તેમનાં હાથ કે ખભે આવીને બેસી જાયછે. પંખીઓ સાથેના ઘરોબાને કારણે લોકો હવે સુરજભાઈનેબર્ડમાન કહેવા લાગ્યા છે. સુરજનું કહેવું છે કે ભીડ અને ટ્રાફીકથી જામ રસ્તો હોય ત્યારે પણપંખીઓ મને ઓળખી જાય છે અને તેમની પર આવીને બેસે છે.કબૂતરો અને અન્ય પંર્ખીઓ દ્વારા તેમને એક નવી ઓળખાણ મળી છે.


Loading...
Advertisement