બિહારમાં એનઆરસીના અમલનો સવાલ જ નથી: નીતીશકુમાર

13 January 2020 05:56 PM
India
  • બિહારમાં એનઆરસીના અમલનો સવાલ જ નથી: નીતીશકુમાર

વિધાનસભા બહાર આરજેડીના દેખાવો

ચંદીગઢ તા.13
બિહાર વિધાનસભા બહાર આજે રાષ્ટ્રીય જનતાદળ (આરજેડી)ના ધારાસભ્યોએ નાગરિકતા સુધારા કાયદા અને રાષ્ટ્રીય નાગરિક રજીસ્યર (એનઆરસી) સામે દેખાવો કર્યા હતા. રાજદના જણાવ્યા મુજબ બિહારમાં તે સીએએ-એનઆરસી લાગુ થવા નહીં દે. બીજી બાજુ, મુખ્યપ્રધાન નીતીશકુમારે પણ સ્પષ્ટ કર્યું હતું કે તે બિહારમાં એનઆરસી લાગુ નહીં કરે.
રાજદના પ્રવકતા અને પ્રવકતા વીરેન્દ્ર યાદવે અન્ય ધારાસભ્યોએ વિધાનસભા બહાર દેખાવો કર્યા હતા. વિધાનસભામાં મુખ્ય પ્રધાન નીતિશકુમારે જણાવ્યું હતું કે બિહારમાં એનઆરસીનો સવાલ પેદા થતો નથી. તે ફકત આસામના સંદર્ભમાં ચર્ચામાં હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખુલાસો કર્યો છે.


Loading...
Advertisement