...તો યોગીની છાતી પર ચડી 32 હાડકાં તોડી નાખત: પપ્પુ યાદવ

13 January 2020 05:53 PM
India
  • ...તો યોગીની છાતી પર ચડી 32 હાડકાં તોડી નાખત: પપ્પુ યાદવ

ઉ.પ્ર.ના મુખ્ય પ્રધાનને લલકારતા બિહારી નેતા

પટના તા.13
બિહારના સમસ્તપુરમાં જનઅધિકાર પાર્ટીના અધ્યક્ષ પપ્પુ યાદવે ઉતરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદીત્યનાથના ‘બદલા’ લેવાના વિદન બાબતે જણાવ્યું હતું કે, જો તે એ રાજયમાં જુમ્યા હોત તો યોગીની છાતી પર ચડી 32 હાડકાં તોડી નાખ્યા હોત.

નાગરિકતા સુધારા કાયદા અને નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન (એનઆરસી)નો વિરોધ કરવા આયોજીત એક જાહેરસભાને સંબોધતા યોગી સામે વિવાદીત ટિપ્પણી કરી હતી. રાજેશ રેંજન ઉર્ફે પપ્પુ યાદવે જણાવ્યું હતું કે યોગી ઉતરપ્રદેશમાં છે અને અમે બિહારમાં છીએ. આ ભુલ થઈ ગઈ. જો અમે બન્ને એક રાજયમાં પેદા થયા હોત તો અમે તેમની છાતી પર ચડી 32 હાડકા તોડી નાખ્યા હોત. તમે જ શેર પર સવોર છો. યોગી, હિટલરનો ઈતિહાસ મટી ગયો તો તમે શું ચીજ છો?


Loading...
Advertisement