રતન તાતા, અન્યો સામે બદનક્ષીનો દાવો પાછો ખેંચતા નસલી વાડીયા

13 January 2020 05:48 PM
India
  • રતન તાતા, અન્યો સામે બદનક્ષીનો દાવો પાછો ખેંચતા નસલી વાડીયા

કોર્ટની સલાહ માની નિર્ણય

નવી દિલ્હી તા.13
બિઝનેસમેન નસલી વાડીયાએ તાતા જુથના મોભી રતન તાતા સામે બદનક્ષીનો દાવો પાછો ખેંચી લીધો છે. કોર્ટે એક સપ્તાહ પહેલા પક્ષકારોને ઠરેલા લોકોની જેમ મતભેદો ઉકેલવા જણાવ્યું હતું.

ચીફ જસ્ટીસ એસ.એ.બોબડેના વડપણ હેઠળની બેંચે 6000 કરોડની નુકશાની માંગતી અરજી પાછી ખેંચવા પરવાનગી આપી હતી. એ પહેલાં કોર્ટે જણાવ્યું હતું કે તાતા અને અન્યોનો વાડીયાની બદનક્ષી કરવાનો કોઈ ઈરાદો નહોતો.

તાતા જુથની કંપનીઓના વોર્ડમાંથી ફેંકી દેવાયા પછી બોમ્બે ડાઈંગ જૂથના ચેરમેન વાડીયાએ બદનક્ષીનો દાવો કર્યો હતો.


Loading...
Advertisement