જેએનયુ હિંસામાં પોલીસે બુકાનીધારી યુવતી સહીત અન્ય 7 ની ઓળખ કરી

13 January 2020 05:45 PM
India
  • જેએનયુ હિંસામાં પોલીસે બુકાનીધારી યુવતી સહીત અન્ય 7 ની ઓળખ કરી

છાત્રસંઘની અધ્યક્ષા આઈશીની પૂછપરછ થશે

નવી દિલ્હી તા.13
જેએનયુમાં હિંસામાં સામેલ બુકાનીધારી યુવતીની ઓળખ દિલ્હી પોલીસે કરી છે. આ છાત્રા દોલતરામ કોલેજની છે. 5મી જાન્યુઆરીએ જેએનયુની પેરીયાર હોસ્ટેલમાં થયેલી તોડફોડ થઈ હતી. જેમાં એક વિડીયોમાં યુવતી બુકાની પહેરી જેએનયુમાં હિંસા કરતી જોવા મળી હતી.

દિલ્હી પોલીસની એસઆઈટી ટીમે બુકાનીધારી યુવતીની ઓળખ કરી જણાવ્યું હતું કે તપાસમાં સામેલ કરવા માટે તેને નોટીસ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે એસઆઈટીની તપાસ શાખામાં એવો ખુલાસો થયો છે કે હિંસા દરમ્યાન બે પ્રોફેસરોની એટલા માટે પિટાઈ કરાઈ હતી કે કારણ કે તે બબાલનો વિડીયો બનાવતા હતા આ પ્રોફેસરો એટલી હદે ડરી ગયા હતા કે કંઈ બોલવા તૈયાર નથી. પૂછપરછમાં આ પ્રોફેસરોએ એટલુ જ જણાવ્યું હતૂં કે એ લોકો કેમ્પસની બહારના હતા.
બીજી બાજુ એસઆઈટીએ હિંસામાં સામેલ અન્ય 7 લોકોની પણ ઓળખ કરી છે. જેએનયુ છાત્ર સંઘની અધ્યક્ષા આઈસી ઘોષની પણ તે પૂછપરછ કરી શકે છે.


Loading...
Advertisement