રાજયમાં ચીફ સેક્રેટરીથી લઈ ગૃહ સચીવ સહિત 22 અધિકારીઓ આ વર્ષે જ નિવૃત થશે

13 January 2020 05:43 PM
Rajkot Gujarat
  • રાજયમાં ચીફ સેક્રેટરીથી લઈ ગૃહ સચીવ સહિત 22 અધિકારીઓ આ વર્ષે જ નિવૃત થશે

જો કે મુકીમ-સંગીતાસિંઘને એકસટેન્શનની શકયતા

રાજકોટ: ગુજરાતમાંથી એક તરફ એક બાદ એક આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ દિલ્હીમાં ડેપ્યુટેશન પર જવા લાગ્યા છે તો બીજી તરફ રાજયના 22 આઈએએસ અધિકારીઓ આ વર્ષે જ નિવૃત થતા હોય ગુજરાતમાં બાહોશ અધિકારીઓની જબરી અછત સર્જાય તેવી શકયતા છે. નિવૃત થનારા અધિકારીઓમાં રાજયના હાલમાં જ ચાર્જ સંભાળનાર રાજયના મુખ્ય સચિવ અનિલ મુકીમ પણ નિવૃતોની યાદીમાં છે. કુલ ત્રણ જીલ્લા કલેકટર, ત્રણ ડીડીઓનો સમાવેશ થાય છે.

રાજયના મુખ્ય સચિવ અનિલ મુકીમ ઓગષ્ટમાં નિવૃત થાય છે. સૌ પ્રથમ નિવૃત થનારા અધિકારીએ દીનાનાથ પાંડે (1985 બેંચ) જશે. હાલ વિકલાંગતા વિભાગના કમીશ્નર છે તે ઉપરાંત જીએમએફસીના ચેરમેન અરવિંદ અગ્રવાલ (1984 બેંચ) એપ્રીલમાં નિવૃત થશે તો દિલ્હીમાં ડેપ્યુટેશન પર રહેલા અતાનુ ચક્રવર્તી પણ એપ્રીલમાં નિવૃત થશે.

ઉપરાંત પ્રેમચંદ પરમાર (1985 બેન્ચ કૃષિ સચિવ) એમ.એમ.પટેલ (કમિશ્નર ઓફ મ્યુનીસીપાલીટી એડમીનીસ્ટ્રેશનનો સમાવશ થાય છે. ગૃહસચિવ સંગીતાસિંઘ (1986 બેંચ) પણ ઓકટોબરમાં નિવૃત થશે તો દિલ્હીમાં ડેપ્યુટેશન પર જીએસટીનો હવાલો સંભાળનાર પી.ડી.વાઘેલા પણ સપ્ટેમ્બરમાં નિવૃત થશે. મોટાભાગના અધિકારીઓ કાં તો ટોચમાં છે અથવા ફિલ્ડમાં છે તેથી ઉપર-નીચે બન્ને તરફ જગ્યા પડશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અનિલ મુકીમે આ વર્ષ પુરુ કરી શકે તે માટે એકસટેન્શન અપાશે. આ જ રીતે એકસટેન્શનની યાદીમાં ગૃહ સચિવ સંગીતાસિંઘ છે. જેઓ ઓકટોબરમાં નિવૃત થાય છે પણ આ સમયે હાલમાં પંચાયતો-પાલીકાઓની ચૂંટણીની મોસમ છે તેથી તેઓને 2021માં જ નિવૃત કરી શકાય છે.


Loading...
Advertisement