દેશમાં લેફટ વિંગ શિક્ષણનો માહોલ ખરાબ કરી રહી હોવાનો વિદ્વાનોનો આક્ષેપ

13 January 2020 05:36 PM
India
  • દેશમાં લેફટ વિંગ શિક્ષણનો માહોલ ખરાબ કરી રહી હોવાનો વિદ્વાનોનો આક્ષેપ

દેશના 200થી વધુ શિક્ષણવિદોએ પીએમને પત્ર લખ્યો

નવી દિલ્હી તા.13
દેશના 200થી વધુ એકેડેમીક જગતના વિદ્વાનો-શિક્ષણવિદોએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને લેફટ વિચાર ધારા વાળાઓ શિક્ષણનો માહોલ ખરાબ કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. પીએમને આ પત્ર લખનારાઓમાં દેશના અનેક વિશ્વ વિદ્યાલયોમાં વાઈસ ચાન્સેલરો પણ છે. પત્રમાં જણાવ્યું છે કે લેફટ વિંગની એન્કટવિસ્ટ મંડળી દેશમાં શિક્ષણનો માહોલ ખરાબ કરવામાં લાગેલી છે.

શિક્ષણવિદોએ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે અમારું માનવું છે કે સ્ટુડન્ટ પોલીટીકસના નામે અતિવાદી વામપંથી એજન્ડાને આગળ વધારવામાં આવી રહ્યો છે. હાલમાં જ જેએનયુથી જામીયા અને એએમયુથી જાધવપુર યુનિવર્સિટી સુધી બનેલા ઘટનાક્રમથી એ બાબતનો ખ્યાલ આવે છે કે આની પાછળ લેફટ એકટીવીસ્ટના એક નાના વર્ગનું આ કારસ્તાન છે.

આ પત્ર લખનારાઓમાં હરિસિંહ ગૌર યુનિવર્સિટીના કુલપતિ આર.પી.તિવારી, સાઉથ બિહાર સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતિ એચ.સી.એસ. રાઠોડ વગેરે સામેલ છે. સામે પક્ષે નાગરિકતા સંશોધન કાનૂનના વિરોધમાં થયેલા હિંસક પ્રદર્શનો બાદ લખવામાં આવેલા આ પત્રને સરકાર તરફથી એકેડેમીક જગતમાં સમર્થન મેળવવાની કોશીશ માનવામાં આવે છે.


Loading...
Advertisement