બુધવારે મતદાર યાદીમાં નામ ઉમેરા-કમી-સુધારા વધારાનો છેલ્લો દિવસ; 1 માસમાં 45105 નવા મતદારો

13 January 2020 05:32 PM
Rajkot Saurashtra
  • બુધવારે મતદાર યાદીમાં નામ ઉમેરા-કમી-સુધારા વધારાનો છેલ્લો દિવસ; 1 માસમાં 45105 નવા મતદારો

16-12 થી શરૂ થયેલી કામગીરીમાં ગઈકાલ સુધીમાં 83351 ફોર્મ ભરાયા; 14559 નામ કમીની અરજીઓ

રાજકોટ તા.13
રાજકોટ શહેર-જિલ્લામાં 16-12-19 થી 15-1-2020 સુધીની મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કામગીરી દરમ્યાનમાં ગઈકાલ સુધીમાં 83351 ફોર્મ રજુ થયા છે. નામ ઉમેરવા માટે એક મહિનામાં 45505 ફોર્મ ભરાયા છે. નામ ઉમેરો-કમી અને સુધારા-વધારા કરવાનો બુધવારને તા.15-1-2020નો છેલ્લો દિવસ છેતેવુ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ધાંધલે જણાવ્યું છે. મતદાર યાદીમાં આખરી પ્રસિદ્ધિ 6-2-2020ના રોજ કરવામાં આવશે.

રાજકોટ શહેર-જિલ્લામાં 16-12-2019 થી 12-1-2020 સુધીમાં 45505 મતદારોએ નામ ઉમેરવા ફોર્મ નં.6 ભર્યા છે. જેમાં રાજકોટ પુર્વમાં 7592, રાજકોટ પશ્ર્ચિમ 6505, દક્ષિણ રાજકોટ 6164, ગ્રામ્ય રાજકોટમાં 9943, જસદણમાં 3458, ગોંડલ 3819, જેતપુર 3678, ધોરાજી 4346નો સમાવેશ થાય છે. રાજકોટ શહેર-જિલ્લામાં નામ કમી કરવા આવેલ ફોર્મમાં રાજકોટ પુર્વ 1692, પશ્ચિમ રાજકોટમાં 1828, દક્ષિણ રાજકોટ 2816, રાજકોટ ગ્રામ્ય 1743, જસદણ 913, ગોંડલ 1773, જેતપુર 1424 તથા ધોરાજી 2360નો સમાવેશ થાય છે.

દરમ્યાન મતદાર યાદીમાં નામ ઉમેરો- કમી કરવા- સુધારા વધારા કરવાનો બુધવારને તા.15-2-2020 છેલ્લો દિવસ છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમ્યાન ત્રણ રવિવાર તમામ મતદાન મથકોમાં બી.એલ.ઓ. સવારે 10થી પાંચ હજાર રહ્યા હતા. તેમાં ગઈકાલે છેલ્લો દિવસ હતો. મતદાર યાદીના કાર્યક્રમમાં મળેલ ફોર્મની ચકાસણી બાદ નામ ઉમેરો, કમી, સુધારા-વધારા થયા બાદ મતદાર યાદીની બાબત પ્રસિદ્ધિ 6-2-2020ના રોજ કરવામાં આવશે તેવું અંતમાં જણાવાયું છે.


Loading...
Advertisement