જામનગર દિગ્વિજય પ્લોટ-49માં એક અસ્થિર મગજનો યુવાન વીજથાંભલા પર ચડી ગયો

13 January 2020 05:29 PM
Jamnagar
  • જામનગર દિગ્વિજય પ્લોટ-49માં એક અસ્થિર મગજનો યુવાન વીજથાંભલા પર ચડી ગયો
  • જામનગર દિગ્વિજય પ્લોટ-49માં એક અસ્થિર મગજનો યુવાન વીજથાંભલા પર ચડી ગયો

રાત્રિ દરમિયાન વીજ થાંભલા પર જ બેઠો રહ્યો હોવાથી ઠંડીના કારણે હાથ-પગ જકડાઇ ગયા: વીજ પુરવઠો બંધ હોવાથી જાનહાની ટળી: ફાયરે નીચે ઉતાર્યા પછી જી.જી.હોસ્પિટલમાં લઇ જવાયો

જામનગર તા 13
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં એક માનસિક અસ્થિર યુવાન રાત્રી દરમિયાન એક વીજપોલ પર ચડી ગયો હતો અને આખી રાત્રિ દરમિયાન વીજ થાંભલા પર બેસી રહેતા તેના હાથ-પગ જકડાઇ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે તેને નીચે ઉતારી 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જી.જી હોસ્પિટલ માં પહોંચાડયો છે.નવા વીજ થાંભલા માં હજુ વીજ પ્રવાહ ચાલુ થયો ન હોવાથી જાનહાની ટળી હતી.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 49 માં નવી નાખવામાં આવેલી વિજલાઈન ના એક પોલ પર મોડી રાત્રિ દરમિયાન કોઇ માનસિક અસ્થિર એવો 25 વર્ષની વયનો યુવાન ચડી ગયો હતો. અને રાત્રે વીજપોલ પર જ બેઠો રહ્યો હતો. આજે વહેલી સવારે સ્થાનિક નાગરિકોનું તેના પર ધ્યાન પડતા તેણે તરત જ ફાયર બ્રિગેડ તેમજ પોલીસ અને વીજ કંપનીને જાણ કરવામાં આવી હતી. આ જાણ થવાથી ફાયર બ્રીગેડની ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને વીજપોલ પર ચડેલા યુવાનને સહી સલામત રીતે નીચે ઉતારી દીધો હતો. રાત્રીભર ઠંડીમાં વીજપોલ પરજ બેઠો રહ્યો હોવાથી તેના હાથ અને પગ બંને જકડાઈ ગયા હતા.
તેથી તેને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. આ બનાવની જાણ થતાં સીટી-એ ડિવિઝનનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઉપરાંત વિજ ટુકડી પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આસપાસ નો અન્ય વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો.જો કે ઉદ્યોગ નગર વિસ્તાર માટેની એક નવી વિજલાઈન ફીટ કરવામાં આવી રહી હોવાથી તેમાં હજુ વીજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો ન હતો જે પોલ પર યવાન ચઢયો હોવાથી સદભાગ્યે જાનહાની ટળી હતી. હાલ ઉપરોક્ત યુવાન જી જી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તે હિન્દી ભાષા બોલતો હોવાથી પરપ્રાંતિય હોવાનું અનુમાન કરાયું છે.


Loading...
Advertisement