ગુજરાતમાં ભ્રષ્ટાચારના 83.3% કેસો પેન્ડીંગ: 2018માં માત્ર 93 દોષિત, 159નો છૂટકારો

13 January 2020 05:25 PM
Gujarat India
  • ગુજરાતમાં ભ્રષ્ટાચારના 83.3% કેસો પેન્ડીંગ: 2018માં માત્ર 93 દોષિત, 159નો છૂટકારો

પ્રોસીકયુશન માટે સરકારી મંજુરી મોટું અવરોધક પીઠબળ

નવી દિલ્હી તા.13
નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યુરો (એનસીઆરબી)ના ડેટા મુજબ ભ્રષ્ટાચારના કેસો મામલે મહારાષ્ટ્ર આગળ છે અને આવા કેસોમાં દોષિત ઠરાવવાનો (ક્નવીકશેન રેટ) દર નીચો રહ્યો છે.

ગુજરાતમાં વર્ષ 2018માં ભ્રષ્ટાચારના 93 એટલે કે 36.8% કેસોમાં સજા થઈ હતી. એ સાથે 159 કેસોમાં આરોપીઓને નિર્દોષ છુટકારો થયો હતો. વર્ષના અંતે 253 કેસો એટલે કે 83.3% કેસોની સુનાવણી અટકી હતી. તજજ્ઞોના જણાવ્યા મુજબ પ્રોસીકયુશન તકસીરવાન યાર્ડ મોટું પરિબળ છે. લાંચની જયારે ફરિયાદ મળે ત્યારે એસીબી ચકાસણી કરી છટકુ ગોઠવે છે. પરંતુ, પ્રોસીકયુશન માટે પ્રિવેન્શન ઓફ કરપ્શન એકટ નીચે સક્ષમ સતાવાળાઓની મંજુરી જરૂરી છે. આવી મંજુરી લેવામાં આવી ન હોય તો જયુડીશ્યલ અધિકારી કેસનું સંજ્ઞાન નહીં લે અને આરોપીને ડિસ્ચાર્જ કરશે. સક્ષમ સતાવાળાઓનો આધાર અધિકારી વર્ગ પર છે. કલાસ 1 અધિકારી હોય તો સરકારની મંજુરીની જરૂર રહે છે. સરકાર આવો નિર્ણય લાંબા સમયે લે છે અથવા મંજુરી આપતી નથી.

તેવી જ રીતે વિભાગીય તપાસે પણ ગંભીરતા ગુમાવી છે. આક્ષેપની તપાસ શરુ થઈ નથી અથવા સમયસર પુરી થતી નથી. તપાસ પુરી થાય તો પણ નીચેના અધિકારીના હુકમ સામે કેટલીય અપીલો થાય છે.


Loading...
Advertisement