નંદાણા ગામે આંગણવાડી વર્કર મહિલા પર દારૂ પીધેલ શખ્સનો હુમલો

13 January 2020 05:22 PM
Jamnagar
  • નંદાણા ગામે આંગણવાડી વર્કર મહિલા પર દારૂ પીધેલ શખ્સનો હુમલો

જામનગર તા.13
જામનગર જીલ્લાના નંદાણા ગામે રહેતી એક આંગળવાડી વર્કર મહિલા પર દારુ પીધેલા એક સખ્શે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ શખ્સ જાહેરમાં દારૂ પી ને ગાળો બોલતો હોવાથી મહિલાએ તેને ના પાડતા સખ્શે ગાળો કાઢી માર માર્યો હતો. જે વિરુધ પોલીસે ગુન્હો નોંધ્યો હતો.
નંદાણા ગામે રહેતા નીતાબેન ગોપાલભાઈ અજુડીયા નામના મહિલા પોતાની દુકાનેથી ઘરે જઈ રહી હતી ત્યારે ગામના પાદરમાં વડલા પાસે પહોચ્યા ત્યારે અશ્વિનભાઈ ગોવિંદભાઈ સોલંકી નામનો સખ્શ જાહેરમાં દારૂ પી ને ગાળો બોલતો હતો ત્યારે નીતાબેને તેને ગાળો બોલવાની ના પડતા દારૂ પીધેલા સખ્શે એકદમ ઉશ્કેરાઈ જઈને મહીલાને ગાળો કાઢી તેણીના વાળ પકડી જમીનમાં પછાડી ઈજાઓ પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે વિરુધ નીતાબેને શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


Loading...
Advertisement