જામનગર જિલ્લામાં આપઘાત અને અપમૃત્યુની ત્રણ ઘટના

13 January 2020 05:22 PM
Jamnagar
  • જામનગર જિલ્લામાં આપઘાત અને અપમૃત્યુની ત્રણ ઘટના

રિલાયન્સ ટાઉનશીપમાં તરૂણીએ ગળાફાસો ખાઈ આપઘાત કર્યો: જામનગરમાં પગે ફેકચર થઇ જતા બેરોજગાર બની ગયેલ યુવાને જાત જલાવી જીવ દીધો, મિયાત્રા ગામે નવ માસની માસુમ બાળકીનું મૃત્યુ

જામનગર તા. 13
જામનગરમાં પગે ફેકચર થઇ ગયા બાદ એક વર્ષથી બેરોજગાર બની ગયેલ યુવાને જાત જલાવી જીવ દીધો છે. જયારે રિલાયન્સ ટાઉનસીપમાં એક તરૂણીએ ગળાફાસો ખાઈ જીવ દિધો છે. તેમજ જામનગર તાલુકાના મિયાત્રા ગામે નવ માસની માસુમ બાળકીનું કોઈ પણ કારણસર મૃત્યુ નીપજ્યું હતું.
જામનગર જીલ્લામાં આપઘાત-અપમૃત્યુના વધુ ત્રણ બનાવ સામે આવ્યા છે. જેમાં શહેરમાં માસ્તર સોસાયટી પાસે વેલનાથ નગર-1 કોળીના દંગામાં રહેતા દિનેશભાઇ રામજીભાઇ પરમાર જાતે.કોળી ઉ.વ.36 નામના યુવાને પોતાની જાતે શરીરે કેરોસીન છાટી સળગી જઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન યુવાનને ગંભીર હાલતમાં યુવાનને જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યુ હતું. એક વર્ષ પૂર્વે મૃતકને જમણા પગે ફેકચર થઇ ગયું હતું. જેની સારવાર બાદ પણ યુવાનને સતત દુખાવો થતો હતો. પગે ફેકચર થઇ ગયા બાદ એકાદ વર્ષથી કામધંધે જવાનુ બંધ થઇ ગયું હતું. જેને લઈને ઘર ખર્ચના પૈસા નીકળતા ન હોવાથી યુવાન સતત ચિંતાગ્રસ્ત બન્યો હતો. આ ચિંતામાં જ યુવાને આ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે સીટી સી ડીવીજન પોલીસે આ ઘટના સામે આવી હતી.
જયારે તાલુકાના મિયાત્રા ગામે મનુભા રણજિતસિંહ કેર નામના યુવાનની નવ માસની બાળકીનું કોઈ પણ કારણસર મૃત્યુ નીપજ્યું હતું. પંચકોશી પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે ખંભાલીયા રોડ પર આવેલ રિલાયન્સ કંપનીમાં આવેલ ટાઉનશીપ સેકટર-21 બ્લોક નં.26/ડીના ગેસ્ટ રૂમમા ઈતિશા પ્રવીણભાઈ મકવાણા ઉવ 14 નામની તરુણીએ ગળાફાસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી. મૃતક તેણીના માતા રમાબેન પ્રવિણભાઈ મકવાણા ટાઉનસીપમાં ઘર કામ કરવાનો વ્યવસાય કરે છે.
મૃતક માતા સાથે લેશન કરવા ટાઉનસીપ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. મેઘપર પોલીસે આ ઘટના બાદ મૃતકનો કબજો સંભાળી આગળની કાયવાહી હાથ ધરી હતી.


Loading...
Advertisement