રાજયના પોલીસ સ્ટેશનોમાં લાગેલા સીસી. ટીવીનો મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો

13 January 2020 05:21 PM
Jamnagar
  • રાજયના પોલીસ સ્ટેશનોમાં લાગેલા સીસી. ટીવીનો મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો

ધારાસભ્ય વિક્રમભાઇ માડમે ચાલુ અને બંધ કેમેરાની માહિતી માંગી

જામનગર તા.13 :
રાજયમાં તા. 30-6-2019 ની સ્થિતિએ શહેર તથા જિલ્લાવાર પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવેલ સીસી ટીવી કેમેરા પૈકી કેટલા કેમેરા બંધ હાલતમાં છે. આ કેમેરા બંધ રહેવાના કારણો શું છે ? તેમજ આ બંધ રહેલ સીસી ટીવી કેમેરા કેટલા સમયમાં ચાલુ કરવામાં આવશે ? તે મુજબના પ્રશ્ર્નો વિધાનસભાના સત્ર દરમ્યાન 81-જામ ખંભાળિયા વિસ્તારના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા ઉઠાવવામાં આવેલ હતાં.
ઉપરોકત પ્રશ્ર્નોના જવાબમાં ગૃહ વિભાગનો હવાલો સંભાળતા માન. મુખ્યમંત્રીશ્રીએ વિધાનસભામાં સીસી. ટીવી. કેમેરા રાજયના કુલ જિલ્લા-શહેરો અને અમદાવાદ, વડોદરાના રેલ્વે સ્ટેશનના પોલીસ સ્ટેશન સહીત 40 પોલીસ સ્ટેશનોમાં કુલ 7327 સીસી ટીવી કેમેરા લગાવવામાં આવેલ છે. તે પૈકી તા. 30-6-2019 ની સ્થિતિએ 972 સીસી ટીવી કેમેરા બંધ હાલતમાં છે., આ બંધ હાલતમાં સીસી ટીવી કેમેરાઓ પૈકી 895 કેમેરા સીસી ટીવી ઉપકરણોમાં સર્જાતી તકનીકી ખામીઓ (જેવી કે સર્વર, યુ.પી.એસ., કેમેરા, બેટરી, એલ.ઇ.ડી.ટી.વી., નેટવર્ક સ્વીચ વિગેરે)ના કારણે બંધ રહેવા પામેલ છે. બાવન કેમેરા પોલીસ અન્ય બિલ્ડીંગ ખાતે સીફટ થયેલ હોય અને 25 કેમેરા સર્વર એફએસએલ ખાતે કેસની તપાસ અર્થે લઇ ગયેલ હોય બંધ રહેવા પામેલ છે. ઉકત સ્થિતિએ બંધ રહેલ કુલ 972 કેમેરા પૈકી 801 કેમેરા (તા. 7-9-2019 ની સ્થિતિએ) કાર્યરત કરવામાં આવેલ છે. બાકી રહેલ 171 કેમેરા સત્વરે કાર્યરત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તે મુજબનો જવાબ ગૃહ વિભાગનો હવાલો સંભાળતા મુખ્યમંત્રીશ્રી દ્વારા વિધાનસભામાં 81-જામ ખંભાળિયા વિધાનસભાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમના પ્રશ્ર્નોના જવાબમાં આપવામાં આવેલ છે.


Loading...
Advertisement