સ્ટેચ્યુ ઓફ યુનીટી વિશ્વની આઠ અજાયબીમાં સામેલ: વિદેશ પ્રધાન

13 January 2020 05:00 PM
India
  • સ્ટેચ્યુ ઓફ યુનીટી વિશ્વની આઠ અજાયબીમાં સામેલ: વિદેશ પ્રધાન

પર્યટનને વેગ આપવાના પ્રયાસોને બિરદાવતા જયશંકર

નવી દિલ્હી તા.13
ગુજરાતમાં કેવડીયા કોલોની ખાતે આવેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા વિશ્વની આઠમી અજાયબી બની છે.

વિદેશપ્રધાન એસ.જયશંકરે એક ટિવટ કરી સભ્ય દેશોમાં પ્રવાસનને વિકસાવવાના એસસીઓના પ્રયાસોને બિરદાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સંદેશ કરતી એસસીઓની આઠ અજાયબી ચોકકસ પ્રેરણાસ્ત્રોત બનશે.

ઉલ્લેખનીય છે કે ભારતના પુર્વ નાયબ વડાપ્રધાન અને લોખંડી પુરુષનું બિરુદ પામેલા સરદાર પટેલની સ્મૃતિમાં સરદાર સરોવર ડેમ નજીક તેમની વિરાટ પ્રતિમા ઉભી કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પણ આ ઉંચી પ્રતિમાની ગત વર્ષે રેકોર્ડ સંખ્યામાં લોકોએ મુલાકાત લીધી હતી. ગુજરાત સરકારે અહીં પ્રતિમા આસપાસ અન્ય આકર્ષણો-ટેન્ટ સીટી ઉભા કરી પ્રવાસીઓને એકર્ષવા સઘન પ્રયાસ કર્યા છે.


Loading...
Advertisement