જૂનાગઢ જિલ્લામાં 37 હજાર હેકટરમાં ચણા-તુવેરનું વાવેતર

13 January 2020 04:22 PM
Junagadh Saurashtra
  • જૂનાગઢ જિલ્લામાં 37 હજાર હેકટરમાં ચણા-તુવેરનું વાવેતર

જૂનાગઢ જિલ્લા વિવિધ વર્તમાન : તા.19મીએ જિલ્લાના 1.10 લાખ બાળકોને પોલીયો રસીકરણ : 2477 કર્મચારીઓ ફરજ બજાવશે

જૂનાગઢ તા.13
જૂનાગઢ જિલ્લામાં રવિ સીઝનમાં ઘઊંની સાથે ચણા તેમજ આંતરપાકમાં તુવેરનું મોટાપાયે વાવેતર થાય છે. જિલ્લામાં 30 હજાર હેક્ટરમાં ચણા અને 7 હજાર હેકટર જેટલા વિસ્તારમાં તુવેરનું વાવેતર થયેલ છે. ચણા અને તુવેરનાં પાકમાં લીલી ઈયળનો ઉપદ્રવ જોવા મળે તો તેનાં નિયંત્રણ માટે આવશ્યક પગલા લેવા જરૂરી છે. તેમ ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.
પોલીયો રસીકરણ
સઘન પલ્સ પોલીયો રસીકરણ કાર્યક્રમમાં સુચારૂ આયોજન માટે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને જિલ્લા વિકાસ અધીકારીની ઉપસ્થિતીમાં યોજાયેલ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યુ હતુ કે, તા. 19 જાન્યુઆરીનાં રોજ સવારે 8 થી સાંજનાં 5 કલાક સુધી પોલીયો રસીકરણ કામગીરી થશે. જિલ્લામાં 754 બુથ,29 મોબાઇલ બુથ અને 37 ટ્રાન્ઝીટ એમ કુલ 783 બુથ દ્વારા 0 થી 5 વર્ષની વયનાં 1,10,688 બાળકોને પોલીયોની રસી અપાશે.
માર્ગ સલામતી અંગે સેમિનાર
દેશભરમાં 31માં માર્ગ સલામતી સપ્તાહ-2020ની ઉજવણી તારીખ 11/1 થી તા.17/1 સુધી યોજાનાર છે. માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢમાં સેમિનાર, રેલી સહિતના કાર્યક્રમો વડે લોકોને જાગૃત કરવામાં આવશે. માર્ગ અકસ્માત એ વર્તમાન સમયમાં વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. જેના નિવારણ હેતુ વિવિધ સંસ્થાઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
મતદાર જાગૃતિ કાર્યક્રમ
ભક્તકવિ નરસિંહમહેતા યુનિવર્સિટી આયોજિત એન.એસ.એસ. કેમ્પનું આયોજન તારીખ 6/1/2020 જુનાગઢ ભારતી આશ્રમથી શરૂ થયેલ છે. જુનાગઢ વહીવટીતંત્રના ઉપક્રમે ગજજ કેમ્પમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ, વક્તૃત્વ સ્પર્ધા,સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. જેમાં યુવા મતદારોએ નાયબ ચૂંટણી અધિકારીશ્રી તથા અન્ય અધિકારીઓ સાથે ચૂંટણી,મતદાન અંગે પ્રશ્નોત્તરી તથા સાપસીડી જેવી રમત દ્વારા રસપ્રદ માહિતી મેળવી હતી.
બેટી બચાવો રેલી
નેશનલ ઇન્ટીગ્રેશન કેમ્પમાં સહભાગી થયેલ ગુજરાત સહિત 11 રાજયોના 200 જેટલા યુવાનોએ બેટી બચાવો, ગાંધીજી અને સ્વચ્છતા અને પર્યાવરણ બચાવો વિશે સાથેના વિષય સાથે રેલી યોજી હતી.


Loading...
Advertisement