નાગરિકતા કાયદાના વિરોધમાં વેરાવળ સુન્ની મુસ્લિમ જમાતના ધરણા-સૂત્રોચ્ચાર

13 January 2020 04:20 PM
Veraval
  • નાગરિકતા કાયદાના વિરોધમાં વેરાવળ સુન્ની મુસ્લિમ જમાતના ધરણા-સૂત્રોચ્ચાર

કાયદામાં અનેક ત્રુટીઓ હોવાનું જણાવતા હાઇકોર્ટના વકીલ

વેરાવળ તા.13
વેરાવળ સમસ્ત સુન્ની મુસ્લિમ જમાતની આગેવાનીમાં સી.એ.એ. અને એન.આર.સી. વિરૂધ્ધ સભા અને ધરણાનો કાર્યક્રમ જૈન હોસ્પિટલ પાસે યોજાયેલ જેમાં વિશાળ સંખ્યામાં હાજર રહેલ હતાં અને આ કાયદાનો વિરોધ કરી રદ કરવા માંગણી કરેલ હતી. વેરાવળ સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ અ.મજીદ દીવાનની આગેવાનીમાં સી.એ.એ. અને એન.આર.સી. ના સંવિધાન વિરૂધ્ધના કાયદાનો વિરોધ કરવા ધરણા અને જાહેર સભાનો યોજાયેલ હતી.
આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જીલ્લાના સ્થાપક પ્રમુખ હાજી ફારૂકભાઇ મૌલાના, પ્રભાસ-પાટણ પટની સમાજના પ્રમુખ યુસુફભાઇ પાકીઝા, કુરૈશી સમાજના પ્રમુખ હસનભાઇ કુરેશી, વલીશા શાહમદાર, ઇમરાનભાઇ મુગલ, ઇમરામભાઇ માજોઠી, ફારૂકભાઇ બુઢીયા સહીત બ્હોળી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો, લોકો ઉપસ્થિત રહેલ હતાં.
આ ઉપરાંત યુથ કોંગ્રેસના જીલ્લા પ્રમુખ અભયભાઇ જોટવા પોતાના ઉદબોધનમાં એન.આર.સી. વિરૂધ્ધમાં રચાયેલ કવિતા હમ પરચા (કાગઝ) નહિ દિખાયેંગે શાયરી બોલી વિરોધ કરેલ હતું. આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલ રાષ્ટ્રીય સંયોજક સામાજિક એકતા જાગૃતિ મિશન તેમજ ગુજરાત હાઇ કોર્ટના એડવોકેટ કેવલસિંહ રાઠોડે તેજાબી ઉદબોધનમાં જણાવેલ કે, ભારત સરકાર દ્વારા પાસ કરાયેલ સી.એ.એ. કાયદો સંવિધાન વિરૂધ્ધ હોય અને આ કાયદાને જો અમલવારી કરવી હોય તો સાંસદમાં ફરીથી મુસ્લિમ શબ્દનો ઉમેરો કરી સુધારો કરી પાસ કરવાની માંગણી કરેલ હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા સુન્ની મુસ્લિમ જમાતના હનીફભાઇ જીવા, હાજીભાઇ પંજા સહીતની ટીમે જહેમત ઉઠાવેલ હતી. આ કાર્યક્રમનું સંચાલન સામાજીક કાર્યકર અફઝલભાઇ પંજાએ શેરો-શાયરીથી કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.


Loading...
Advertisement