જૂનાગઢ કોમર્સ એન્ડ લો કોલેજનાં 50 વર્ષ પૂર્ણ : ગોલ્ડન જયુબિલી સેલીબ્રેશન યોજાશે

13 January 2020 04:19 PM
Junagadh
  • જૂનાગઢ કોમર્સ એન્ડ લો કોલેજનાં 50 વર્ષ પૂર્ણ : ગોલ્ડન જયુબિલી સેલીબ્રેશન યોજાશે

બે દિવસના કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન મળશે

(હિતેશ જોશી)
જૂનાગઢ તા.13
જુનિયર ચેમ્બર એજ્યુકેશનની શૈક્ષણિક યાત્રા પૂર્ણ કરી છે ત્યારે સંસ્થા દ્વારા ગોલ્ડ જુબિલી સેલિબ્રેશન 2020 ની ઉજવણી આગામી તારીખ 12 તથા 13 જાન્યુઆરી 2020 ના રોજ થઈ રહી છે.
આજથી 50 વર્ષ પૂર્વે સોરઠની આવનારી પેઢી શિક્ષિત બની તમામ ક્ષેત્રે પોતાનું, પરિવારનું, જૂનાગઢનું અને ગુજરાતનું ગૌરવ લઇ શકે તેવી કારકિર્દી ઘડતર કરી શકે તેવા ઉમદા વિચાર જૂનાગઢના પૂર્વ સંસદ સભ્ય અને જુનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ નાનજીભાઈ વેકરીયાને આવ્યો...હમેશાં લોકો માટે લડતા અને સેવા માટે સદાય તત્પર એવા નાનજીભાઈની મોટી મહેચ્છા. તેમના ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટીશ્રીઓએ સહર્ષ સ્વીકારી લીધી. 1969માં જુનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટની સ્થાપના કરીને કોમર્સ કોલેજની માન્યતા મેળવી એ વખતે ટ્રસ્ટ પાસે કોઈ મોટી રકમ કે મકાન ન હતું ત્યારે સરદાર પટેલના બાવલા પાસે આવેલા મહાવીર વિનય મંદિરની બિલ્ડીંગ ભાડે લેવામાં આવી હતી અને કોલેજમાં વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ સાથે એક વર્ષમાં 450 વિદ્યાર્થીઓ કોલેજમાં પ્રવેશ મેળવતા નાનજીભાઈ સહિત ટ્રસ્ટીમંડળે વિદ્યાર્થીઓને સર્વોત્તમ શિક્ષણ અને સારી સુવિધા મળે તે માટે ક્વોલીફાઈડ ચુનંદા શિક્ષણ સ્ટાફની ભરતી કરી અને કોલેજ બિલ્ડીંગ ની વ્યવસ્થા પણ આરંભી દીધી. આજે આ સંસ્થા વટવૃક્ષ બની છે.
આગામી તા.12ના રોજ સંસ્થાના ગોલ્ડ જ્વેલરી સેલિબ્રેશન-2020 પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન તથા વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ સવારના 10:00 કલાકે યોજાશે. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રી નાનજીભાઈ વેકરીયા ના અધ્યક્ષ સ્થાને યોજાશે. જેમાં જૂનાગઢના ડિસ્ટ્રીક એન્ડ સેશન્સ જજ એન.બી.પીઠવા તથા સંસદસભ્ય રાજેશભાઈ ચુડાસમા મુખ્ય મહેમાન તરીકે તેમજ એગ્રી.યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર તથા જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને અગ્રણી કેળવણીકાર પ્રદિપભાઈ ખીમાણી અતિથિ વિશેષ પદે સ્વભાવ છે.
તા.13 ના રોજ વિદ્યાર્થી સન્માન સમારોહ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ સોનેરી ઘડીએ ટ્રસ્ટના પ્રમુખશ્રી નાનજીભાઈ વેકરીયાની સાથે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, મેયર ધીરુભાઈ ગોહેલ, જીટીયુના વાઈસ ચાન્સેલર ડો. નવીન શાહ, નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. ચેતન ત્રિવેદી, એસ.જી.જી યુનિવર્સિટી ગોધરાના વાઈસ ચાન્સેલર ડો. પ્રતાપસિંહ ચૌહાણ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર નીતિનભાઈ પેથાણી, એસ.જી.જી યુનિવર્સિટી ગાંધીનગરના વાઈસ ચાન્સેલર ડો. અર્જુનસિંહ રાણા, મહાનગર પાલિકા કમિશનર તુષાર સુમેરા, તથા કેળવણીકાર મોહનભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના તમામ પ્રિન્સિપાલ, પ્રોફેસર, તથા સ્ટાફ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.


Loading...
Advertisement