ધ્રાંગધ્રા પંથકને ધમરોળતા ત્રણ તસ્કરો પકડાયા

13 January 2020 04:17 PM
Surendaranagar
  • ધ્રાંગધ્રા પંથકને ધમરોળતા ત્રણ તસ્કરો પકડાયા
  • ધ્રાંગધ્રા પંથકને ધમરોળતા ત્રણ તસ્કરો પકડાયા
  • ધ્રાંગધ્રા પંથકને ધમરોળતા ત્રણ તસ્કરો પકડાયા

તમંચો, કાર્તુસ, બાઈક મળી 2.60 લાખનો મુદામાલ કબ્જે લઈ સાત ગુન્હાના ભેદ ઉકેલ્યા

(ફારૂક ચૌહાણ દ્વારા)
વઢવાણ તા.13
સાત જેટલા ગુન્હાઓમાં સંડોવાયેલા રીઢા ત્રણ ચોરોની ગેંગના દેશી તમંચો, 6 કાર્ટીસ સહિત 2,59,100/-ના મુદામાલ સાથે ધ્રાંગધ્રા ડીવીઝન સ્કવોર્ડ ધમકી પાડયા હતા.
માલવણ ગામનો રહીશ મહમદ ઉર્ફે સેતાન વાધાજી જત મલેક નામનો ઈસમ જે મીલ્કત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ છે અને તેની સાથે ગે.કા. હથીયાર તમંચો રાખી જે ઈસમ બજાજ પલસર મોટરસાયકલ સાથે નીકળનાર છે. જે ચોકકસ બાતમી આધારે આરોપી મહમદ ઉર્ફે શેતાન વાઘાજી જત મલેક (ઉ.વ.26) રહે. માલવણ મસ્જીદ પાસે તા.પાટડી વાળાને એક દેશી બનાવટનો તમંચો કિ.રૂા.5000/- તથા જીવતા કાર્ટીસ નંગ 6 કી.રૂા.600/- તથામોબાઈલ ફોન 1 કી.રૂા.500 તથા બજાજ પલસર મોટરસાયકલ કી.રૂા.60000 એમ કુલ મુદામાલ કી.રૂા.66100/- સાથે પકડી પાડી મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે અને મજક્રુર આરોપીની સઘન પુછપરછ કરતા આરોપીએ પોતાને દેશી બનાવટનો તમંચો સમંદરખાન કાળુખાન જત મલેક રહે. માલવણ તા. પાટડીવાળાએ આપેલ હોવાની કબુલાત કરેલ હતી.
જયારે આરોપી અજીતભાઈ પ્રવિણભાઈ કોળી રહે. સજજનપુર વાળા પાસેથી જીરુ ભરેલ કોથળાનંગ-2 તથા એરંડા ભરેલ કોથળા નંગ-5, આરોપી બીસ્મીલ્લા ઉર્ફે સુલ્તાન રહેમાનભાઈ રહે. ભરાડા તા.ધ્રાંગધ્રા વાળા પાસેથી સી.એન.જી. ઓટો રીક્ષા તથા ઈલેકટ્રીક સબમર્સીબલ પંપ-3 સાથે પકડી પાડી 7 જેટલા ગુન્હાઓનો ભેદ ઉકેલવામાં આવેલ છે.


Loading...
Advertisement